ગાંધીધામમાં 150 કેબિનધારકને વીજ જોડાણ અપાવીને રાજીવજીને અંજલિ

ગાંધીધામ, તા. 24 : ભારતના 21મી સદીના સ્વપ્નદ્રષ્ટા અને ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 32મી પુણ્યતિથિ નિમિત્તે પાલિકાના વોર્ડ-12માં સેકટર-5માં 150 કેબિનધારકોને વીજ જોડાણ અપાવીને શહેર-તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વિશિષ્ટ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય વાલજીભાઈ દનિચા અને તાલુકા કોંગ્રેસના પ્રમુખ ગનીભાઈ માંજોઠીએ રાજીવ ગાંધીની સ્મૃતિઓ વાગોળી હતી. આ બન્ને દ્વારા કેબિનોમાં વીજળીની ચાંપ શરૂ કરી ઉદ્ઘાટન કરાયું હતું. અહીં 150 કેબિનધારકોને વીજ જોડાણ મળતાં સ્થાનિકોમાં હર્ષની લાગણી પ્રસરી હતી. કોંગ્રેસના આગેવાનો, કેબિનધારકોએ વીજ જોડાણ મેળવવા મદદરૂપ થનારા સ્થાનિક નગરસેવક અને વિરોધપક્ષના નેતા સમીપ જોશી પરત્વે આભારની લાગણી વ્યક્ત કરી હતી. ઉપસ્થિતો દ્વારા રાજીવ ગાંધીની તસવીર સમક્ષ ફૂલ અર્પણ કરી તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા. કોંગ્રેસી અગ્રણીઓનું કેબિનધારકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ વેળાએ જગદીશભાઈ ગઢવી, નીલેશ ભાનુશાલી, વિપુલ મહેતા, પરબત ખટાના, પ્રેમભાઈ પરિયાણી, બળદેવસિંહ ઝાલા, રાઘાસિંઘ ચૌધરી વગેરે હાજર રહ્યા હતા. મુખ્ય અધિકારી દર્શનસિંહ ચાવડા, કર્મચારી લોકેન્દ્ર શર્મા, વીજતંત્રના ભાવનાબેન દામા, એમ.જી. પટેલનો સહકાર બદલ આભાર વ્યક્ત કરાયો હતો. કિશોર સથવારા, રાજેશ સથવારા, લાલજીભાઈ રાઠોડ, રાજેશભાઈ રાઠોડ, પુરુષોત્તમભાઈ સથવારા, હરજીભાઈ સથવારા વગેરેએ આ કાર્યક્રમને સફળ બનાવવા સહકાર આપ્યો હતો.