માંડવીમાં હિમોટોલોજી મશીનનું લોકાર્પણ

માંડવીમાં હિમોટોલોજી મશીનનું લોકાર્પણ
માંડવી, તા. 24 : માંડવીમાં શ્રી હરિ પ્રભા દવાખાનાના દાતા પરિવાર, અમેરિકા નિવાસી જૈન રત્ન ડો. ધીરજભાઈ હરિલાલ શાહ અને પ્રતિમાબેન શાહ તરફથી સેવા મંડળને તેમના કાર્યને અનુમોદનાર્થે સવા ત્રણ લાખની કિંમતનું બ્લડ ટેસ્ટનું (હેમોટોલોજી) મશીન રવિવારે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. સમારોહમાં ભુજ નિવાસી નીતિનભાઈ શાહ અને લક્ષ્મીકાંતભાઈ શાહના હસ્તે મશીનનું લોકાર્પણ કરાયું હતું. મંડળના પ્રમુખ અશોકભાઈ શાહે જણાવ્યું કે, મૂળ માંડવીના જ અને હાલે અમેરિકા રહેતા વતનપ્રેમી જૈન રત્ન ડો. ધીરજભાઈ હરિલાલ શાહના આર્થિક સહયોગથી 2004ની સાલમાં શરૂ કરાયેલ હરિપ્રભા સાર્વજનિક દવાખાનાને 18 વર્ષ?સંપન્ન થયા છે. આ દવાખાનામાં દર વર્ષે 28થી 30 હજાર દર્દીઓની ટોકનચાર્જથી સારવાર કરાય છે. ટ્રસ્ટી જયેશભાઈ શાહે જણાવ્યું કે, માતુશ્રી ચંપકબેન અમરચંદ શાહ પેથોલોજી લેબોરેટરીમાં ફુલી ઓટોમેટીક હિમોટોલોજી એનેલાઈઝર મશીનનું લોકાર્પણ થતાં માંડવીના લોકો માટે લેબોરેટરીની સેવામાં એક મોરપીંછ ઉમેરાયું છે. સેવા મંડળમાં 2011ની સાલથી શરૂ થયેલી લેબોરેટરીમાં હાલમાં માત્ર રૂપિયા 30ના ટોકન ચાર્જથી વિવિધ રિપોર્ટ કરવામાં આવે છે. બપોરે 3થી 6 દરમ્યાન લેબોરેટરી ચાલુ રાખવામાં આવે છે. દર વર્ષે અંદાજે 10થી 11 હજાર લેબો. ટેસ્ટ કરવામાં આવે છે જે દાતાઓને આભારી છે. ભાવિનભાઈ શાહે આભાર દર્શન કર્યું હતું. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer