પૂર્વ કચ્છમાં રૂા. 14,175ના દારૂ સાથે બેની અટક : બે હાથે ન ચડયા
ગાંધીધામ, તા. 24 : પૂર્વ કચ્છમાં પોલીસે દારૂ અંગે બે જુદી-જુદી જગ્યાએ કાર્યવાહી કરી રૂા. 14,175ના શરાબ સાથે બે શખ્સને પકડી પાડયા હતા. જ્યારે બે શખ્સ હાથમાં આવ્યા ન હતા.ભુજ-ભચાઉ ધોરીમાર્ગ ઉપર જૂની દુધઇ પાસે ભચાઉના ઓસમાન ઉર્ફે કાસમ અબ્દુલ કુરેશી તથા કુકમાના ઇસ્માઇલ હારૂન કકલને બાઇક પરથી રોકાવતાં પાછળ બેઠેલો ઇસ્માઇલ કકલ પોલીસના હાથમાંથી સાબુના ગોટાની જેમ સરકી ગયો હતો. પકડાયેલા ઓસમાન પાસેથી ઓલ સિઝન્સની 24 બોટલ, કિંગ ફિશરના 24 ટીન એમ કુલ રૂા. 10,800નો દારૂ જપ્ત કરાયો હતો. દારૂની વધુ એક કાર્યવાહી ગાંધીધામમાં ભારતનગરની પછવાડે રેલવે ટ્રેક સમાંતર ઝૂંપડપટ્ટીમાં કરવામાં આવી હતી, જેમાં રાજુ વીરા સોલંકીને એલસીબીએ પકડતાં તેના મકાન તથા કરિયાણાની દુકાનમાંથી શરાબની 9 બોટલ જપ્ત કરવામાં આવી હતી. તેને દારૂ આપનાર તરીકે સોનુ મારવાડીનું નામ બહાર આવ્યું હતું. પોલીસે તપાસ હાથ ધરી છે.