રાપર શહેરના મિલકતના દસ્તાવેજની કામગીરી બંધ કરાતાં શહેરીજનો પરેશાન
રાપર, તા. 24: શહેરમાં વર્ષોથી સીટી સર્વે થયું ન હોતાં હાલે નગરપાલિકાના મિલ્કતના દાખલાનો આધાર ગણી તેના આધારે દસ્તાવેજ થતા હતા. થોડા સમયથી ચીફ ઓફિસર દ્વારા રજીસ્ટર ઓફિસમાં લેટર દ્વારા મિલ્કત લે-વેચ માટે સુધરાઇના દાખલાના આધારે દસ્તાવેજ બનાવવા નહીં તેવો તઘલખી નિર્ણય લેતાં લોકો હાલાકી ભોગવી રહી છે. શહેરમાં 80 ટકા મિલ્કત ન.પા.ના આકારણી રજી.ના આધારે દસ્તાવેજ થતાં હતાં અત્યારે દસ્તાવેજ બંધ થયેલ છે. આના કારણે સરકારને પણ ટેક્ષની આવક બંધ થઇ છે. જેથી સર્વેની કામગીરી સત્વરે પૂર્ણ કરવા અને ત્યાં સુધી દસ્તાવેજની કામગીરી ચાલુ રાખવા રાપર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ વિધાનસભા અધ્યક્ષ સમક્ષ માંગ કરી હતી.