કચ્છી અભિનેત્રીને સમાજવાદી પક્ષની ટિકિટ : કેમ્પિરિયરગંજમાંથી લડશે

ભુજ, તા. 28 : લાપતાગંજ સિરિયલમાં ચમેલીથી જાણીતી બનેલી કચ્છી અભિનેત્રી કાજલ નિષાદને સમાજવાદી પક્ષે ઉત્તરપ્રદેશના ગોરખપુર સંસદીય વિસ્તારની કેમ્પિરિયરગંજ માટે ચૂંટણી લડવા ટિકિટ આપી છે. મૂળ ભચાઉના નેર ગામમાં જન્મેલી કાજલે ઉત્તરપ્રદેશના રહેવાસી ભોજપુરી નિર્માતા-નિર્દેશક સંજય નિષાદ સાથે લગ્ન કર્યાં છે. તેમણે લાપતાગંજ, ઈશ્ક કા રંગ સફેદ, તનુ વેડસ મનુ સહિતની સિરિયલોમાં અભિનય કરી લોકપ્રિયતા મેળવી છે. આથી અગાઉ તેઓ કોંગ્રેસમાં જોડાયેલા હતા, અને 2012માં ગોરખપુર ગ્રામીણ સીટ પરથી ચૂંટણી લડી હતી પણ સફળતા મેળવી શક્યા નહોતા. તેમના પર તે સમયે પ્રચાર દરમ્યાન હુમલો પણ થયો હતો. વિધાનસભા ચૂંટણીમાં કેમ્પિરિયરગંજ વિસ્તારમાંથી સમાજવાદી પક્ષની ટિકિટ મેળવી પ્રચાર પણ આરંભી દીધો છે.