કચ્છમાં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી

કચ્છમાં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી
ભુજ, તા. 28 : 73માં પ્રજાસત્તાક પર્વની કચ્છમાં ઉમળકાભેર ઉજવણી કરાઇ હતી. જેમાં ધ્વજવંદન સાથે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ભુજ હોમગાર્ડઝ યુનિટ દ્વારા લાલન કોલેજ ભુજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યમંત્રી કીર્તિસિંહજી વાઘેલાની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય ધ્વજને સલામી આપવા પોલીસ પ્લાટુન સાથે ભુજ હોમગાર્ડઝ યુનિટના જવાનોનું પ્લાટુન ઉપસ્થિત રહ્યું હતું. જેમાં સમગ્ર પરેડનું નેતૃત્વ પરેડ કમાન્ડર તરીકે આસ.એસ. આઇ. એસ.એમ. ચૌહાણ (પોલીસ હેડકવાર્ટર) તેમજ હોમગાર્ડઝ પ્લાટુનના કમાન્ડર તરીકે ઓફિસર કમાન્ડીંગ ભુજ યુનિટ, પ્રદ્યુમનસિંહ ચૂડાસમાએ સંભાળ્યું હતું. માતૃછાયા કન્યા વિદ્યાલયના શિક્ષિકા કુ. જાગૃતિબેન વકીલ તરફથી મોમેન્ટો આપી સન્માનીત કરાયા હતા. જિલ્લા કમાન્ડન્ટ જે.એન. પંચાલે હોમગાર્ડઝ જવાનોને અભિનંદન પાઠવ્યા હતા. પાલારા ખાસ જેલ ખાતે જેલ અધિક્ષક રાજેન્દ્રસિંહ રાવના હસ્તે ત્રિરંગાને સલામી અપાઇ હતી. બહુમાળી ભવન-ભુજ ખાતે ઉજવણીમાં ઉપસ્થિતોને સરકારી આર્યુવેદિક હોસ્પિટલ દ્વારા આર્યુવેદિક ઉકાળો પીવડાવ્યો હતો, તથા ગુજરાત રાજ્ય સરકારી કર્મચારી મહા મંડળ-કચ્છ યુનિટ તથા બહુમાળી ભવન, સહકારી મંડળી-ભુજના પ્રમુખ અનિરૂદ્ધસિંહ ગોહિલના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. પ્રાસંગીક પ્રવચન કે.સી. કોરડીયા (નાયબ કલેકટર સ્ટેમ્પ ડયુ.)એ કર્યું હતું. દેશ ભક્તિના ગીત પર નૃત્ય તથા ગાયન માર્મી નિલય શુકલએ જાદુના પ્રયોગ જાદુગર જવાલાએ દેશ ભક્તિના ગીતો જીન્નતબેન ભટ્ટી, દિપ્તીબેન દોશી, બાબુભાઇ ગેડીયા અને સંજયભાઇ મકવાણાએ રજૂ કર્યા હતા. જ્યારે નેહરૂ યુવા કેન્દ્ર ભુજ દ્વારા શૈલેન્દ્ર ચોકસી દિગ્દર્શિત નાટક `જળ એ જ જીવન' રજૂ કરાયું હતું. કલાકારોને સન્માન પત્ર કચ્છ ફિલ્મ સોસાયટીના ઉ.પ્ર. નરસિંહ અગ્રવાલ શ્રી કોરડીયા, મદદનીશ જિલ્લા સૈનિક વેલફેર ઓફિસર ભરતસિંહ ચાવડા, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી એસ.જે. પટેલ, સહાયક વિદ્યુત નિરીક્ષક અમિત વર્મા, મદદનીશ લોકલ ફંડ અધિકારી ડી. આર. મુસર, ફેમિલી કાઉન્સર નિરંજનાબેન ઠક્કર, શ્રમ અધિકારી ખાનુભા સોઢાએ કર્યું હતું. સંચાલન બહુમાળી ભવન સહકારી મંડળીના ઉ.પ્ર. રાજેશ દવેએ આભારવિધિ કારોબારી સભ્ય મહંમદ હુશેન બાયડે કરી હતી. સુપાર્શ્વ જૈન સેવા મંડળ ભુજ સંચાલિત કલાપૂર્ણસૂરિ કરૂણાધામ પશુ હોસ્પિટલ, સેડાતા ખાતે ગણતંત્ર દિનની ઉજવણી કરાઇ હતી. સંસ્થાના સમગ્ર સ્ટાફ, સંસ્થાના ટ્રસ્ટી અને દિપક ચાના ફોરમભાઇ ચંદ્રકાંતભાઇ શાહ તથા તેમના પત્ની હેમાલીબેન શાહના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. કચ્છ જિલ્લા ભાજપાના મહામંત્રી શીતલભાઇ શાહનું સંસ્થા દ્વારા સન્માન કરાયું હતું. સંસ્થા પ્રમુખ કૌશલભાઇ મહેતા, ઉપપ્રમુખ રાજેશભાઇ પારેખ, મંત્રી સમીરભાઇ શાહ, ખજાનચી મહેશભાઇ શાહ, ટ્રસ્ટી હેમલભાઇ દોશી, સભ્ય જીગરભાઇ શાહ, મેનેજર પ્રકાશભાઇ ઢીલા ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજન અંગે ફોરમભાઇ શાહ (દિપક ચા)નો આર્થિક સહયોગ સાંપડયો હતો. સિનિયર સિટીઝન કાઉન્સિલ, કચ્છની સંસ્થા તરફથી કચેરી ખાતે પ્રમુખ વિજયસિંહ પુરોહિતના હસ્તે ધ્વજવંદન કરાયું હતું, જેમાં ભૂકંપમાં અવસાન પામેલા આત્માઓની શાંતિ અર્થે મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પાઇ હતી. ઉપપ્રમુખ શશિકાંતભાઇ ઠક્કર, સંયોજક આશરભાઇ, મંત્રી એફ. એસ. રાયમા, સબીકાબીબી એ. પીર, મહામંત્રી હરેશભાઇ વ્યાસ, રાજુભાઇ પુરોહિત, વિનેશભાઇ સોલગામા, ચંદ્રકાંત જેઠીએ જહેમત ઉઠાવી હતી. જી.સી.ઈ.આર.ટી. ગાંધી નગર  પ્રેરિત અને મહારાણી ગંગાબા સાહેબ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભુજ દ્વારા ડાયટના ગ્રાઉન્ડમાં પ્રાચાર્ય સંજયભાઈ ઠાકરના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમમાં જય રાઠોડ, આફતાબ સુમારે દેશભક્તિ ગીત રજૂ કર્યા હતા. રાષ્ટ્ર ભાવના જગાવતા વકતવ્ય જગદીશ ગાગલ અને રુદીના સંધી સુમરાએ આપ્યા હતા. સમૂહ દેશભક્તિ ગીતે દાદ મેળવી હતી. સંસ્થાના સિનિયર વ્યાખ્યાતા ડો. દક્ષાબેન ગોર, ડો. રંજનબેન પરમાર, ડો. રીઝવાન રાઝા, ડો. બિંદુબેન પટેલ, સુનીલભાઈ યાદવ, ડો. રક્ષાબેન ઉપાધ્યાય, ડો. મધુકાન્તભાઈ આચાર્ય, વનરાજસિંહ જાડેજા, ઈશિતાબેન ત્રિપાઠી, દિવ્યાબેન જોશી, રમીલાબેન, પાર્થ સેન્ધાણી, હિસાબી શાખાના વડા બિપીનભાઈ નાગુ, ઓરસભાઈ, જુસબભાઈ, પ્રેમજીભાઈ, બી.એડ. અને ડી.એલ. એડના તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. રોટરી ક્લબ ઓફ માંડવીએ 73મા પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે પરિવારના બાળકો માટે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બાળકોએ સ્વાતંત્ર્ય સેનાનીઓ અંગે વક્તવ્ય તેમજ વેશભૂષા રજૂ કરી હતી. રોટરી પરિવારના રીવાન નિરવ દેઢિયા, સાત્વી પરાગ મર્દાનિયા, ઝારા તારા તેરાઇ, જયાંશ?કોમલ પટેલ, વિવાન રોની વૈષ્ણવ તથા આરવ અમીષ સંઘવીએ ભાગ લીધો હતો. રોટરી પ્રમુખ?હરિઓમ અબોટી, પીડીજી ડો. હર્ષદ ઉદેશી, આસિ. ગવર્નર જુગલ સંઘવી, પ્રોજેક્ટ ચેરમેન દર્શના શાહ, મંત્રી અમીષ સંઘવી, જીમી સોનાઘેલા, ચંદ્રકાંતભાઇ ચોથાણી, ઇન્નરવ્હીલ ક્લબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.મોથાળામાં વિકાસ કામોની ખાતરી મોથાળા : અબડાસાના મોથાળા ગામે નવનિયુક્ત સરપંચ વિનેકભાઈ ડાભી તથા કુલદીપસિંહ સોઢા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. હાઈસ્કૂલના પટાંગણમાં યોજાયેલા ધ્વજવંદના કાર્યક્રમમાં શાળાના આચાર્ય સંજય શ્રીવાસ્તવે સ્વાગત કર્યું હતું. તો પૂર્વ સરપંચ જગદીશ ઠક્કર, શિવજી મહેશ્વરી, ભુરુભા સોઢા, પત્રકાર ગિરીશ જોષી, પંકજ જોષીએ પ્રવચન કર્યા હતા. સરપંચે વિકાસ કામોની ખાતરી આપી હતી. પ્રા. શાળાના આચાર્યા હેતલબેન જોષી, રાયશી મહેશ્વરી, દિલીપસિંહ જાડેજા વગેરે હાજર રહ્યા હતા. મનિષભાઈ રાયકુંડલે સંચાલન કર્યું હતું.  ખાવડા ખાતે સી.ના.મા. કચેરી ખાતે મુખ્ય સમારોહમાં મયૂરસિંહ જાડેજાએ ધ્વજને સલામી આપી હતી. ગ્રામ પંચાયત કચેરીમાં સરપંચ જેસંગ રાણા કોલીએ ધ્વજ ફરકાવ્યો હતો. ઉપસરપંચ સુરેશ મારવાડા પંચાયત સદસ્ય યાકુબ ખત્રી, રૂપાબહેન કોલી, અગ્રણીઓ ઈશાભાઈ સમા, કાસમ અબદલા સમા વિ. ઉપસ્થિત રહ્યા હતા. સી. ના. મામલતદાર કચેરી પ્રાંગણમાં પી. એસ. આઈ. આર. એમ. ભટ્ટની આગેવાનીમાં પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાઈ હતી. કાળાડુંગર પર પણ ધ્વજવંદન કરાયું હતું.ભુજ નગરપાલિકાના પ્રાંગણમાં પરંપરા અનુસાર નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામભાઇ ઠક્કરના હસ્તે ધ્વજવંદન થયું હતું. જેમાં તેમણે જણાવ્યું કે, આવનાર દિવસોની અંદર સૌના સાથ અને સહકારથી `મારું ભુજ સ્વચ્છ ભુજ' `મારું ભુજ હરીયાળું ભુજ', `મારું ભુજ સુંદર ભુજ' બનાવવા કટીબધ્ધ બનીએ આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ ગોદાવરીબેન ઠક્કર, ભુજ શહેર ભાજપના મહામંત્રી ભૌમિકભાઇ વચ્છરાજાની, ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન જગતભાઇ વ્યાસ, શાસકપક્ષના નેતા અશોકભાઇ પટેલ, દંડક અનિલભાઇ છત્રાળા, ભુજ નગરપાલિકાના નગરસેવકો, શહેર સંગઠનના હોદેદારો, મોરચાના હોદ્દારો ભુજ નગરપાલિકાની વિવિધ શાખાના બ્રાંચહેડ અને કર્મચારીગણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે કચ્છ એક પહેલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ દ્વારા સેવા વસ્તીમાં ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં જયદિપસિંહ જાડેજા, મનીષ જેઠી, અનિલ છત્રાળા, રમેશ મહેશ્વરી, રાજેન્દ્ર જોશી, અમરિશ જાની, ભવ્ય જેઠી અને નવુભા જાડેજા વિગેરે જોડાયા હતા.અંજાર નગરપાલિકા કચેરી કમ્પાઉન્ડ મધ્યે નગરપાલિકાના પ્રમુખ લીલાવંતીબેન ડી. પ્રજાપતીના હસ્તે ધ્વજવંદન થયું હતું. તેમની સાથે મુખ્ય અધિકારી જીગર જે. પટેલ, ઉપપ્રમુખ બહાદુરસિંહ જાડેજા, કારોબારી સમિતિના ચેરમેન વિજયભાઇ પલણ, શાસકપક્ષના નેતા સુરેશભાઇ ટાંક, દંડક વિનોદભાઇ ચોટારા, ઓફિસ સુપ્રિન્ટેન્ડેન્ટ ખીમજીભાઇ પાલુભાઇ સિંધવ જોડાયા હતા.બહાદુરસિંહે પ્રજાજોગ સંદેશમાં વિનાશક ભૂકંપમાં અવસાન પામેલા તમામને શ્રધ્ધાંજલિ અર્પણ કરી ભૂકંપ બાદ શહેરનો ઘણો વિકાસ થયો છે. જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત લઇ રહી છે. જેમાં અંજાર નગરપાલિકા પણ મહત્વની ભૂમિકા ભજવે છે. હાલે અંજાર શહેરમાં નિયમિત રીતે નગરપાલિકા દ્વારા ડોરટુ ડોર કચરો લેવામાં આવે છે. જેમાં શહેરીજનો પુરતો સહકાર આપે. કચરો રસ્તા પર ફેંકવાના બદલે એકઠો કરી અને વાહનમાં જ નાખવાનો આગ્રહ રાખે.કંઠીપટના મુંદરા તાલુકામાં પ્રજાસત્તાક દિનની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ નાના કપાયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવ્યો હતો. પ્રાંત અધિકારી કે.જી. ચૌધરીએ ધ્વજ લહેરાવી સલામી આપી હતી. તેમણે રસીકરણ અભિયાનની વાત કરતાં જણાવ્યું કે, દરેક નાગરિકે રસી લઇ લેવી હિતાવહ છે. તેમણે આજના દિવસે ભૂકંપમાં જેમના મૃત્યુ થયા છે તેમને શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા. આ પ્રસંગે મામલતદાર સી.આર. નિમાવત, મુંદરા તા.પં.ના પ્રમુખ રાણીબેન ચાવડાના હસ્તે નાના કપાયા મોરાણા જુથ ગ્રા.પં.ના સરપંચ જખુભાઇ સોધમ અને ઉપસરપંચ રતનભાઇ ગઢવીને રૂા. પાંચ લાખનો ચેક અર્પણ કર્યો હતો.આ પ્રસંગે પૂર્વ સરપંચ શામજી લાખા સોધમ પી.આઇ. મિતેશ બારોટ, જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય સલીમ જત, ખેંગારભાઇ ગઢવી, શકુર સુમરા, તા.પં.ના રાજુભા જાડેજા, રતનભાઇ ગઢવી અને ગ્રા.પં.ની ટીમ ઉપસ્થિત રહી હતી. જ્યારે જવાહર ચોકમાં નગરપાલિકાના પ્રમુખ કિશોરસિંહ પરમારે ત્રિરંગાને લહેરાવ્યો હતો તેમણે ઉપસ્થિત નગરજનોને શુભેચ્છા પાઠવી કરવેરા ભરી જવા જણાવ્યું હતું. નગરપાલિકાના મુખ્ય અધિકારી મહેન્દ્રભાઇ હુરબડાની સાથે નગરપાલિકાના કાઉન્સીલરો ડાહ્યાલાલ આહીર, ચંદ્રીકાબેન પાટીદાર પ્રણવ જોશી, પ્રકાશ પાટીદાર, સલીમ એ. જત, વિરમભાઇ ગઢવી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ભોજરાજભાઇ ગઢવીએ કર્યું હતું.તા.પં. કચેરી ખાતે પ્રમુખ રાણીબેન ચાવડા સીટી પોલીસ સ્ટેશન મધ્યે પી.એસ.આઇ. શામતભાઇ મહેશ્વરીએ ઋષિરાજ સ્કૂલ ખાતે ભુપેન્દ્રભાઇ મહેતાએ પ્રાંત કચેરી ખાતે વિરમભાઇ ગઢવી અને આર.ડી. એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શૈક્ષણીક સંસ્થાઓનું સંયુક્ત ધ્વજવંદન સી.કે.એમ. કન્યા વિદ્યાલય ગ્રાઉન્ડમાં સમિતિના પ્રમુખ ધર્મેન્દ્ર જેશરે ધ્વજવંદન કર્યું હતું. ઉપરાંત નગર અને તાલુકાની સ્કૂલોમાં ધ્વજવંદન કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.ગાંધીધામ સુધરાઈ દ્વારા આયોજીત કાર્યક્રમમાં  ઝંડાચોક ખાતે સુધરાઈ પ્રમુખ ઈશીતાબેન ટીલવાણી અને આદિપુરમાં મદનસિંહ ચોક ખાતે ઉપપ્રમુખ બળવંતભાઈ ઠકકરેરાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ઝંડાચોક ખાતે ચલચિત્રો નિદર્શન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં શાસકપક્ષના નેતા  વિજયસિંહ જાડેજા, મુખ્ય અધિકારી દર્શનસિંહ ચૌહાણ,  વેપારી અગ્રણી, પ્રજાકીય પ્રતિનિધિઓ,નગરસેવકો વગેરે હાજર રહયા હતા.73માં ગણતંત્ર દિવસના ઉપલક્ષમાં  ગાંધીધામ તાલુકા પંચાયતમાં  પ્રમુખ ભરતસિંહ જાડેજાએ  માનભેર તિરંગો લહેરાવ્યો હતો. કારોબારી ચેરમેન નિખિલભાઈ હડીયા, ઉપપ્રમુખ રમેશભાઈ મ્યાત્રા, સા.ન્યાય સમિતિ ચેરમેન  મીઠીબેન સોલંકી, વિરોધપક્ષના નેતા અલ્પેશભાઈ જરૂ, ટીડીઓ મહેશભાઈ, મદદનીશ ટીડીઓ મહિમ્નાબેન ધોળકીયા, સીડીપીઓ રખમાબેન ચૌધરી સહિતના હાજર રહયા હતા. કાર્યક્રમનું સંચાલન વિજયભાઈ માતંગે  અને આભારવિધી મીઠીરોહર તલાટી અંબારામભાઈ વ્યાસે કરી હતી.ગાંધીધામ ચેમ્બર  ઓફ કોર્મસના પ્રાંગણમાં યોજીત કાર્યક્રમમાં   પ્રમુખ તેજાભાઈ કાનગડે  ધ્વજવંદન કરી  પ્રાસંગિક ઉદબોધન આપ્યુ હતું. ઉપપ્રમુખ આદિલ શેઠના, મંત્રી મહેશ તિથાર્ણી, સહમંત્રી જતિન અગ્રવાલ, ખજાનચી હરીશ માહેશ્વરી તથા વેપારી અગ્રણીઓ હાજર રહયા હતા.રાપર નગરપાલિકા કચેરી ખાતે સુધરાઈના ઉપપ્રમુખ મહેશ્વરીબા ભીખુભા સોઢાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું  હતું. તેમણે ઉપસ્થિત મહેમાનો અને નગરના રહેવાસીઓને ગણતંત્ર દિનની શુભેચ્છા પાઠવી  હતી. અને શહેરના વિકાસ માટેના ભાવિ આયોજનનો ખ્યાલ આપી  નગરજનોના સહકારની અપેક્ષા વ્યકત કરી હતી. આ વેળાએ કારોબારી ચેરમેન  કાનીબેન પીરાણા,  પુર્વ પ્રમુખ હઠુભા સોઢા, બળવંત ઠક્કર, વિપક્ષના સભ્યો દિનેશ ઠક્કર, પુંજાભાઈ ચૈધરી વિગેરે હાજર રહ્યા હતાં. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer