અંજારમાં બંધ મકાનમાંથી 1.48 લાખની માલમતાની ચોરાઈ
ગાંધીધામ, તા. 28 : અંજારમાં એક બંધ મકાનને નિશાન બનાવીને તસ્કરો રૂા.1.48 લાખની માલમતા ચોરી ગયા હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો.શહેરના મકલેશ્વર નગર-2માં પ્લોટ નં.53માં ગત તા.26/1 ના 5 વાગ્યાથી તા.28/1 ના સવારે 10.30 વાગ્યાના અરસામાં તકસ્રોએ ખાતર પાડયુ હતું. અજાણ્યા ઈસમો ઘરનું તાળા તોડીને અંદર પ્રવેશ્યા હતા અને બેડરૂમની તિજોરીમાંથી સોનાની ચેઈન કિં.રૂા.18 હજાર, ઘડીયાળ કિં.રૂા.5 હજાર, લેપટોપ કિં.રૂા.25 હજાર, જુદી-જુદી કંપનીના મોબાઈલ ફોન નં.7 કિં.રૂા.70 હજાર તથા રોકડા રૂા. 30 હજાર સાથે કુલ રૂા.1.48 લાખની માલમતા લઈને પલાયન થયા હતા.પોલીસે તારાબેન ઈશ્વરગર ગૌસ્વામીની ફરિયાદના આધારે આ કૃત્યમાં સામેલ તહોમતદારોને પકડી પાડવાની દિશામાં વ્યાયામ હાથ ધર્યો છે. આ અંગે વધુ તપાસ પી.એસ.આઈ સી.બી.રાઠોડ ચલાવી રહયા છે.