રણજી ટ્રોફીનું આયોજન લગભગ બે તબક્કામાં થશે
નવી દિલ્હી, તા.28: દેશની મુખ્ય ઘરેલુ ક્રિકેટ ટૂર્નામેન્ટ રણજી ટ્રોફીનું આયોજન બીસીસીઆઇ બે તબક્કામાં કરવાનું આયોજન ઘડી રહી છે. ટીમ ઇન્ડિયાના પૂર્વ હેડ કોચ રવિ શાત્રની આકરી ટીકા બાદ બીસીસીઆઇના ખજાનચી અરૂણ ધમૂલે કહ્યંy છે કે બોર્ડ રણજી ટ્રોફીના આયોજન પર ગંભીરતાથી વિચારણા કરી રહ્યંy છે. અગાઉ બીસીસીઆઇ કોરોના મહામારીની ત્રીજી લહેરના કોપને લીધે રણજી ટ્રોફીનું આયોજન અનિશ્ચિત મુદત સુધી ટાળી દીધું હતું. જેની શરૂઆત 13 જાન્યુઆરીથી થવાની હતી. બીજી તરફ બીસીસીઆઇ તા. 27 માર્ચથી આઈપીએલના આયોજનની યોજના બનાવી રહ્યા છે. ત્યારે રણજી ટ્રોફી કેમ ન રમાઇ શકે તેવો સવાલ ઉઠયો હતો.જેના પર જવાબ આપતા બીસીસીઆઇના ખજાનચી અરૂણ ધૂમલે કહ્યંy છે કે રણજી ટ્રોફી કેવી રીતે અને કયારે આયોજિત કરવી તેના પર ગંભીરતાથી વિચારણા ચાલી રહી છે. જે સમયે રણજી ટ્રોફી સ્થગિત કરાઈ ત્યારે દેશમાં કોરોનાએ રફતાર પકડી હતી. હવે અમે આવતા મહિનાથી શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છીએ.રિપોર્ટ અનુસાર માર્ચમાં રણજી ટ્રોફીનો પહેલો રાઉન્ડ શરૂ થશે. આ પછી બીજો અને આખરી રાઉન્ડ જૂન-જુલાઇમાં થશે. વચ્ચેના સમયમાં આઇપીએલ હશે. જો કે જૂન-જુલાઇમાં દેશમાં અનેક ભાગમાં ચોમાસાની શરૂઆત થઇ જાય છે.આથી બીસીસીઆઇ સંભાવનાઓ શોધી રહી છે. ગયા વર્ષે પણ કોરોનાને લીધે રણજી ટ્રોફીનું આયોજન થયું ન હતું. આ વર્ષે બીસીસીઆઇ સૈયદ મુશ્તાક અલી ટી-20 અને વિજય હઝારે વન ડે ટ્રોફીનું આયોજન કરી ચૂકી છે, પણ રણજી ટ્રોફીની શરૂઆત થઇ શકી નથી. આ સંબંધે બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહની હાજરીમાં ગઇકાલે એક બેઠક મળી હતી.