માથે ગાડી ચડાવી હત્યાના પ્રયાસના કેસમાં આગોતરા
ભુજ, તા. 28 : માંડવી તાલુકાના પાંચોટિયા ગામે અગાઉના ઝઘડાના મનદુ:ખ અન્વયે ક્રિકેટના મેદાનમાં માથે ક્રેટા કાર ચડાવીને કોડાયના પુનશી આલા ગઢવીની હત્યાનો પ્રયાસ કરવાના ચકચારી કેસમાં આરોપી આદિપુરના નારાણ કરશન ગઢવીને આગોતરા જામીન આપતો આદેશ અદાલતે કર્યો હતો. ગત તા. 16મીએ બનેલા આ કિસ્સાની માંડવી પોલીસ મથકે ફરિયાદ થઇ હતી. દરમ્યાન આરોપી માટે જિલ્લા અદાલતમાં આગોતરા જામીનની અરજી મુકાતાં સુનાવણીમાં બન્ને પક્ષે વિવિધ દલીલો થઇ હતી. કોર્ટ દ્વારા આગોતરા મંજૂર કરતો ચુકાદો અપાયો હતો. આ કેસમાં આરોપીના વકીલ તરીકે આર.એસ.ગઢવી રહ્યા હતા.