ભાજપ પેજ સમિતિ અંગે ભુજમાં માર્ગદર્શન અપાયું

ભુજ, તા. 21 : ભારતીય જનતા પાર્ટીના સમગ્ર ગુજરાતના 579 મંડલોની એક જ દિવસે અને એક જ સમયે યોજવામાં આવેલી સંગઠનાત્મક બેઠક અનુસંધાને ભુજ મંડલની બેઠક કચ્છ જિલ્લા ભાજપ કાર્યાલયમાં યોજવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટિલે વર્ચ્યુઅલ સંબોધી હતી.તા. 25 જાન્યુઆરીના ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી નમો એપના માધ્યમથી સમગ્ર ગુજરાતના પેજ સમિતિના સભ્યો સાથે સંવાદ કરશે તેવી માહિતી આપતાં શ્રી પાટિલે જણાવ્યું હતું કે, વધુ ને વધુ પેજ સમિતિના સભ્યો નમો એપમાં આ માટે અગાઉથી રજિસ્ટ્રેશન કરાવી લે અને જે લોકોએ હજુ સુધી નમો એપ ડાઉનલોડ ન કરી હોય તેઓ તાત્કાલિક નમો એપ ડાઉનલોડ કરી લે. કચ્છ જિલ્લા ભાજપના અધ્યક્ષ કેશુભાઇ પટેલે શહેર ભાજપના આયોજનને બિરદાવી અને વડાપ્રધાન, પ્રદેશ અધ્યક્ષે પેજ સમિતિના યોગદાન અંગેના મુદ્દાને સમર્થન આપીને ભુજ મંડલ દ્વારા પેજ સમિતિ અંગેની કામગીરી બિરાદાવી હતી. જિલ્લામાંથી પૂર્વ ધારાસભ્ય રમેશભાઇ મહેશ્વરીએ માર્ગદર્શન આપ્યું હતું. ભાજપ ઉપપ્રમુખ નરોત્તમભાઇ પોકારે સ્વાગત કર્યું હતું. યુવા મોરચા પ્રમુખ દિવ્યરાજસિંહ ઝાલાએ પ્રારંભ કરાવ્યો હતો. જિલ્લા મહામંત્રી શીતલ શાહ, ઉપપ્રમુખો રાહુલ ગોર, ડો. મુકેશ ચંદે, મંત્રી પ્રફુલ્લસિંહ જાડેજા, મહિલા મોરચાના અધ્યક્ષ ગોદાવરીબેન ઠક્કર, લઘુમતી મોરચા અધ્યક્ષ આમદભાઇ જત, અનુ. જાતિ મોરચા અધ્યક્ષ અશોકભાઇ હાથી હાજર રહ્યા હતા.