કચ્છના 35 ફિમેલ હેલ્થ વર્કરને સુપરવાઇઝર તરીકે બઢતી અપાઇ
ભુજ, તા. 21 : કચ્છમાં મહિલા આરોગ્ય કર્મચારીઓને બઢતી અને ખાલી પડેલી જગ્યા પર માગણી મુજબની બદલીના હુકમો કરાયા છે. જિલ્લાના 35 ફિમેલ હેલ્થ વર્કરને ફિમેલ હેલ્થ સુપરવાઇઝર તરીકે બઢતી સાથે બદલીના હુકમ આરોગ્ય તંત્ર દ્વારા કરાયા છે. ફિમેલ હેલ્થ વર્કરને બઢતી મળતાં તેમની ખાલી પડેલી જગ્યાઓ ઉપર માગણીવાળા 19 એફ.એચ. ડબલ્યુ.ની અને બેની વહીવટી કારણોસર બદલી કરાઇ?છે. જ્યારે નવ ફિમેલ હેલ્થ સુપરવાઇઝરની માગણી મુજબના પ્રા. આ. કેન્દ્રો ખાતે બદલીના આદેશ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા કરાયા હતા.