ભુજમાં કારનો કાચ તોડીને લેપટોપ - રોકડની તસ્કરી
ભુજ, તા. 21 : શહેરમાં શરદ બાગ પેલેસ નજીક પાર્ક કરાયેલી કારનો કાચ તોડી તેમાં પડેલા લેપટોપ અને રૂા. 10 હજારની રોકડ ચોરાયા હતા. વ્યવસાયે પત્રકાર એવા સંજય જયેન્દ્રભાઇ ઉપાધ્યાય ગતરાત્રે શરદ બાગ પેલેસ ખાતે લગ્ન સમારંભમાં ગયા હતા. પેલેસની બહાર પાર્ક કરાયેલી તેમની નેક્ષા સીઆઝ કારના ખાલી સાઇડના આગળ અને પાછળના બન્ને કાચ તોડી લેપટોપ અને રોકડ સાથેની બેગ કોઇ હરામખોરો ચોરી ગયા હતા. એ. ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.