કચ્છ પર માવઠાંનું સંકટ યથાવત, આજથી વાતાવરણ પલટાય તેવી વકી

કચ્છ પર માવઠાંનું સંકટ યથાવત, આજથી વાતાવરણ પલટાય તેવી વકી
ભુજ, તા. 30 : દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં સર્જાયેલું સર્કયુલેશન વધુ મજબુત બની લો પ્રેશરમાં ફેરવાય તેવી હવામાન વિભાગની આગાહી અને સક્રિય પશ્ચિમી વિક્ષોભ ગુજરાત પરથી પસાર થવાની શક્યતા છે. બેવડી સિસ્ટમના પ્રભાવથી રાજ્યની સાથે કચ્છમાં પણ બુધ અને ગુરુવારે કમોસમી વરસાદ વરસવાની શક્યતા છે. જિલ્લામાં કેટલાક સ્થળે ગાજવીજ અને પવદ સાથે વરસાદ વરસે તેવી પણ સંભાવના વ્યક્ત કરાઇ છે. નોંધનીય છે કે પખવાડિયા પૂર્વે કારતકમાં અષાઢનો માહોલ સર્જતો કમોસમી વરસાદ પડયો હતો. ભુજ હવામાન કચેરીના પ્રભારી રાકેશ કુમારે જણાવ્યું કે મંગળવાર સાંજથી જ આકાશમાં આછા-પાતળા વાદળોની હાજરી જોવા મળી રહી છે. બુધવારથી વાદળેનું આવરણ વધુ ઘટ થવા સાથે વાતાવરણમાં પલટો જોવા મળશે બે દિવસ જિલ્લાના મોટા ભાગના વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ પડશે. વધુમાં તેમણે એમ પણ કહ્યું કે સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડીનું પ્રમાણ થોડું વધે તેવીય એક શક્યતા હાલના તબક્કે  દેખાઇ રહી છ?ઁ. રાજ્ય હવામાન વિભાગના વર્તારામાં બુધવારે ઘણા ખરા સ્થળે તો ગુરુવારે છૂટા છવાયા સ્થળો પર કમોસમી વરસાદની હાજરી જોવા મળશે.કેટલાક વિસ્તારમાં 40થી 60 કિ.મી.ની ઝડપે પવન અને  ગાજવીજ સાથે કમોસમી વરસાદ વચ્ચે તેવી આગાહીથી ધરતી પુત્રોના જીવ તાળવે ચોંટયા છે.આ તરફ 14.3 ડીગ્રી સાથે નલિયા રાજ્યનું પ્રથમ નંબરનું શીત મથક બન્યું હતું. કંડલા (એ)માં 17, ભુજમાં 17.9,  કંડલા પોર્ટમાં 19.4 ડીગ્રી તાપમાને સવારના સમયે ઠંડીની ચમક અનુભવાઇ?હતી. મહતમ તાપમાનમાંય ઘટાડો જોવા મળ્યો હતો. માવઠાના માહોલથી ફુગજન્ય સુકારો વધવાની સંભાવના છે. પધ્ધર-કાળી તલાવડી સહિતના ગામોમાં દાડમના પાકને બચાવવા પ્લાસ્ટીક કવર કરવા સહિતની કામગીરી ખેડૂતો કરી રહ્યા છે. 

Crime

© 2022 Saurashtra Trust