સિંધુ સેમિની બાધા તોડવાના લક્ષ્ય સાથે બીડબ્લ્યૂએફ વર્લ્ડ ટૂર ફાઇનલ્સમાં ઊતરશે

બાલી, તા. 30 : સતત સેમિફાઇનલમાં હાર સહન કરી રહેલી ભારતની સ્ટાર શટલર પીવી સિંધુ બુધવારથી અહીં શરૂ થઇ રહેલી બીડબ્લ્યૂએફ વર્લ્ડ ટૂર ફાઇનલ્સ બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં આ સિલસિલાને તોડીને ખિતાબ જીતવા માગશે. જ્યારે યુવા ખેલાડી લક્ષ્ય સેન અને સાત્ત્વિક સાઇરાજ અને ચિરાગ શેટ્ટીની જોડીના દેખાવ પર પણ નજર રહેશે. વર્ષની આખરી આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં ભારતના સાત ખેલાડી કવોલીફાઇ થયા છે. મિકસ ડબલ્સ સિવાયના તમામ વર્ગમાં ભારત પડકાર રજૂ કરશે. અશ્વિની પોનપ્પા અને એન. સિકકી રેડ્ડી મહિલા વર્ગમાં રમશે. અત્યાર સુધી આ ખિતાબ જીતનારી એકમાત્ર ભારતીય ખેલાડી પીવી સિંધુ ગયા વર્ષે ફાઇનલમાં પહોંચી હતી. આ વખતે તે પહેલા રાઉન્ડમાં થાઇલેન્ડની ખેલાડી પોર્નપાવી ચોચુવોંગ સામે ટકરાશે. પીવી સિંધુ પાછલી ત્રણ ટૂર્નામેન્ટમાં સેમિફાઇનલમાં પહોંચીને હારી છે. આ વખતે સિંધુ ગ્રુપ એમાં છે અને ટોચ પર રહીને નોકઆઉટમાં પહોંચશે તેવી આશા રાખવામાં આવે છે. જ્યારે પહેલીવાર બીડબ્લ્યૂએફ વર્લ્ડ ટૂર ફાઇનલ્સ રમનાર લક્ષ્ય સેન અને સાત્ત્વિક-ચિરાગની જોડી ગ્રુપ ઓફ ડેથમાં છે. 

Crime

© 2022 Saurashtra Trust