ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બીજા દિવસે 110 ફોર્મ ભરાયાં

ભુજ, તા. 30 : કચ્છમાં 482 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની ગઇકાલથી શરૂઆત થઇ ચૂકી છે, ત્યારે આજે 30 સરપંચપદના  જ્યારે 80 વોર્ડના સભ્યોનાં ફોર્મ ભરાયાં હતાં.ચૂંટણી શાખાના નાયબ મામલતદાર મોહિતસિંહ ઝાલાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગઇકાલે પ્રથમ દિવસે 4 જ્યારે આજે બીજા દિવસે કુલ્લ 110 મળીને 114 ફોર્મ રજૂ થઇ ચૂક્યાં છે.ભુજ તાલુકામાં  સરપંચના 4, સભ્યોના 18, માંડવીમાં સરપંચના 2, સભ્યોના 5, મુંદરામાં સભ્ય માટેના 2, અંજાર તાલુકામાં  સરપંચ પદના 6 જ્યારે  સભ્યોના 9, ભચાઉમાં 1 અને 8, રાપરમાં 5 અને 17, નખત્રાણામાં 4 અને 4, અબડાસામાં 5 અને સભ્યોના 13 જ્યારે  લખપતમાં સરપંચના 6 જ્યારે સભ્યોના 4 ફોર્મ ભરાયાં હતાં.ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ 4/12 હોવાથી અંતિમ દિવસે ભારે ધસારો થાય તેવી શક્યતા છે. 

Crime

© 2022 Saurashtra Trust