ભુજમાં પરિવહનકાર સાથે ટ્રકના સોદામાં 6.40 લાખની છેતરપિંડી

ભુજ, તા. 30 : ટ્રકની ખરીદીના સોદામાં દોઢ મહિને આપવાની બાકીની રકમ આજદિન સુધી ન આપીને અત્રેના પરિવહનકાર આગેવાન વેલજીભાઇ ખેંગાર આહિર સાથે રૂા. 6.40 લાખની ઠગાઇ કરાઇ હોવાની ફોજદારી ફરિયાદ તાલુકાના નાગોર ગામના મહેન્દ્રગર વાલગર ગુંસાઇ સામે લખાવાઇ છે. આ બાબતે અગાઉ અપાયેલી અરજીના આધારે ભુજ બી. ડિવિઝન પોલીસે આજે કલમ 406 અને 420 મુજબ આ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.  આરોપીએ ફરિયાદીની પરિવહન પેઢી પાસેથી રૂા. 6.90 લાખમાં ટ્રક ખરીદી હતી. આ સોદા સમયે રૂા. 50 હજાર રોકડા અપાયા હતા. બાકીની રકમ દોઢ મહિને આપવાનું નકકી થયું હતું. પણ હજુસુધી આ રકમ ન આપી આ વિશ્વાસઘાત કરાયો હોવાનું ફરિયાદમાં લખાવાયું છે.  

Crime

© 2022 Saurashtra Trust