કારને નડેલા અકસ્માતમાં બે જણ ઘવાતાં સારવારમાં

ભુજ, તા. 30 : હરોડા ગામ નજીક કારને નડેલા અકસ્માતમાં કોઠારાના દિલીપાસિંહ જાલુભા સોઢા (ઉ.વ.38) અને લઠેડીના માંગીબા વાઘજી સમા (ઉ.વ.70)ને ઇજાઓ થઇ હતી. પોલીસના જણાવ્યા અનુસાર ના.સરોવર પોલીસ મથકની હદના વિસ્તારમાં ગતરાત્રે આ અકસ્માત થયો હતો. ઇજા પામનારા બન્ને જણને અત્રેની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. રસ્તામાં નીલગાય આડી આવી જતા કાર બેકાબુ બનતા આ ઘટના બની હોવાનું પોલીસ સમક્ષની પ્રાથમિક કેફિયતમાં લખાવાયું હતું.  

Crime

© 2022 Saurashtra Trust