કાળી તળાવડીમાં શ્વેતક્રાંતિના પ્રણેતાની જન્મ શતાબ્દી ઊજવાઈ

કાળી તળાવડીમાં શ્વેતક્રાંતિના પ્રણેતાની જન્મ શતાબ્દી ઊજવાઈ
ભુજ, તા.30 : કાળીતળાવડી ગામ મધ્યે સરહદ ડેરી અને અમુલ દ્વારા નેશનલ મિલ્ક ડે વર્ગીસ કુરિયનના 100મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. અમુલ ફેડરેશનના વાઈસ ચેરમેન વલમજીભાઈ હુંબલે કચ્છ જિલ્લા સહકારી સંઘના ચેરમેન શિવજીભાઈ આહીર, ચાંદરાણી ગામના સરપંચ ધનજીભાઈ અને કચ્છ જિલ્લા કિસાન સંઘના પ્રમુખ શિવજીભાઈ બરાડિયા, કંકુબેન ચાવડા, ધનજીભાઈ ચાવડા, રમેશભાઈ ડાંગર તેમજ સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાળીતળાવડી ગામની પ્રાથમિક શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમના ભાગરૂપે સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. શ્વેતક્રાંતિ વિશે માહીર ચાવડા અને ધરતી ડાંગરે શ્વેત ક્રાંતિ પર વકતવ્ય આપ્યું હતું. રાયધણપર અને કાળીતળાવડી પ્રા. શાળાના વિદ્યાર્થીઓ પિરામીડ તેમજ ડાન્સ કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. કાળીતળાવડી ગામ ગૌશાળાના ગોડાઉનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અમુલના વાઈસ ચેરમેન તથા સરહદ ડેરીના ચેરમેન વલ્લમજી હુંબલ તથા શિવજીભાઈ આહીર, શિવજીભાઈ બરાડિયા દ્વારા પ્રાસંગિક  ઉદબોધન આપવામાં આવ્યું હતું. ઉદબોધનમાં શ્રી હુંબલે કાળીતળાવડી ગામ પ્રત્યે તેમની ખાસ લાગણી હોવાનું જણાવી છેલ્લા સમયથી સરહદ ડેરી દ્વારા કાળીતળાવડી ગામમાંથી પ્લાસ્ટિક વેસ્ટ કચરાનો ખાસ રીતે નિકાલ કરવા પ્લાસ્ટીક વેસ્ટ કલેકશન અને તેના નિકાલની વ્યવસ્થા પણ કરી છે તેવું જણાવ્યું હતું. સંચાલન અરવિંદભાઈ ચાવડાએ કર્યું હતું. 

Crime

© 2022 Saurashtra Trust