ગાંધીધામમાં ચેક પરત કેસમાં આરોપીને 18 મહિનાની સજા

ગાંધીધામ, તા. 30 : અહીંની અદાલતે ચેક પરત થવાના કેસમાં આરોપીને તકસીરવાન ઠરાવીને 18 માસની સજા આપતો; ચુકાદો આપ્યો હતો.ગાંધીધામમાં ફરિયાદી મૈસર્સ કે.એમ.રામનાણી એન્ડ કંપની પાસેથી ગાંધીધામના આરોપી લોકેશ ટેકચંદ લુલાએ મેંદાના લોટની ખરીદી કરી 2 લાખની રકમનો ચેક આપ્યો હતો.આ ચેક બેંકમાં જમા કરાવતા ખાતુ બંધના શેરા સાથે તે પરત થયો હતો. આ કેસ ગાંધીધામમાં ત્રીજા અધિક જયુડિશિયલ ન્યાયમૂર્તિ એ.કે. શર્મા સમક્ષ ચાલી ગયો હતો.અદાલતે દલીલો અને પુરાવાને ધ્યાને રાખીને આરોપીને 18 માસની સજા અને ચેકની રકમ ફરિયાદીને વળતર પેટે ચુકવવા આદેશ કર્યો હતો. જો વળતરની રકમ સમયસર ના ચુકવાય તો વધુ છ માસની સજા ચુકાદામાં ઠરાવવામાં આવ્યુ છે. ફરીયાદીપક્ષે વિનોદ આસવાણી, વિશાલ શર્મા, કુ.જયોતિ અબનાણીએ દલીલો કરી હતી. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer