મોટી ચીરઈ પાસે ટેન હેઠળ કચડાતાં યુવાનનું થયું મોત

ગાંધીધામ, તા.30 :ભચાઉ તાલુકાના નવી મોટી ચીરઈ પાસે ટેન નીચે આવી જવાથી નરેન્દ્રસિંહ હરદેવસિંહ ઝાલા(ઉ.વ.23)નું  મોત થયુ હતું તેમજ  ગાંધીધામમાં બેભાન હાલતમાં મળી આવેલા 55વર્ષીંય અજાણ્યા પુરૂષનુ પણ મોત થયુ હતુ.પોલીસના સતાવાર સાધનોએ વિગતો આપતા  જણાવ્યુ હતુ કે નવી મોટી ચીરઈમાં રહેતા નરેન્દ્રસિંહ ગત તા. 29/11ના રાત્રિના 1.30 વાગ્યા થી 7 વાગ્યા સુધીના કોઈ અગમ્ય કારણોસર ચીરઈ ગામના બસ સ્ટેશન સામેથી પસાર થતા રેલવે પાટાઉપર ટેન તળે આવી જતા તેમને જીવલેણ ઈજા પહોચી હતી.ભચાઉ સરકારી આરોગ્ય કેન્દ્રના ડો. કે.કુમારે તેમને મૃત જાહેર કર્યા હતા. હતભાગી એ આ અંતિમ પગલુ કયાં કારણોસર ભર્યુ તે દિશામાં પી.એસ.આઈ એમ.એમ. જોષીએ વધુ તપાસ હાથ ધરી છે.આ ઉપરાંત ગાંધીધામના ગુડસ સાઈડ પુલીયાથી કાર્ગો બાજુના માર્ગે ઉપર 55 વર્ષીય અજાણ્યો પુરૂષ બેભાન હાલતમાં મળી આવ્યો હતો. તેમને 108 મારફતે રામબાગ હોસ્પિટલ ખાતે સારવાર માટે લવાયા હતા. દરમ્યાન ડો. અજય ઠાકોરે આ આધેડને મૃત જાહેર કર્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકનુ નામ હારૂન જાકબ કટીયા (રહે. વાવાઝોડા ઝુંપડા, ગાંધીધામ) હોવાનુ તથા આ બનાવ ગત તા.29/11 ના બપોરે 3 વાગ્યા પહેલાના સમયે બન્યો હોવાનુ બહાર આવ્યુ હતું. 

Crime

© 2022 Saurashtra Trust