સાયણની સીમમાં વીજ કંપનીની 2.56 લાખની ઉપકરણીય સામગ્રી ચોરી જવાઇ

ભુજ, તા. 30 : પશ્ચિમ છેવાડે લખપત તાલુકામાં નારાયણસરોવર વિસ્તારમાં સાયણ ગામની સીમમાં સુઝલોન ગુજરાત વિન્ડ પાવર લિમિટેડ કંપનીની રૂા. 2.56 લાખની સામગ્રી ચોરી થવાનો કિસ્સો પોલીસ દફ્તરે ચડયો છે. કંપનીના સલામતી અધિકારી જયપ્રકાશ સેવકરામ ધીરેન્દ્રએ આ બાબતે લખાવેલી ફરિયાદ મુજબ સાયણ ગામની સીમમાંથી પસાર થતી તેમની કંપનીની વિદ્યુત લાઇનના ત્રણ હજાર કન્ડક્ટર કોઇ હરામખોરો કટર વડે કાપીને લઇ ગયા હતા. ચોરીનો આ કિસ્સો ગત તા. 14મી નવેમ્બરથી તા. 21મી નવેમ્બર દરમ્યાન બન્યાનું ફરિયાદમાં લખાવાયું છે. ઉઠાવી જવાયેલા જથ્થાની કિંમત રૂા. 2.56 લાખ અંકારવામાં આવી છે. ના.સરોવર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer