રવિવારે `હસ્તમેળાપ ઘાટકોપર દ્વારા ભુજમાં ભાટિયા જ્ઞાતિના સમૂહલગ્ન, યજ્ઞોપવીત, પરિચય મિલન
કોડાય (તા. માંડવી), તા. 30 : હસ્તમેળાપ-ઘાટકોપર મુંબઇ દ્વારા આગામી તા. 5/12ના રવિવારે ભાટિયા મહાજન, ભુજ-કચ્છના સહકારથી સુવર્ણા રાજીવ ભીમાણી દ્વારા પનઘટ મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાટિયા જ્ઞાતિ માટે પરિચય મિલન, સમૂહ યજ્ઞોપવીત તથા સમૂહલગ્નનું આયોજન ભુજ ભાટિયા મહાજનવાડી, પ્રમુખસ્વામી નગર સર્કલ પાસે કરાયું છે. આ પ્રસંગે ગુજરાત ભાટિયા મહાજનના પ્રમુખ ચત્રભુજભાઇ ધમાણી ઉપસ્થિત રહેશે.