એસ.ટી.ના કર્મચારીઓ મંજૂર ગ્રેડ પેની કાગડોળે જોતા રાહ

ભુજ, તા. 30 : ગત ઓક્ટોબર દરમ્યાન ચાલતા આંદોલન બાદ ગુજરાત સરકાર દ્વારા એસ.ટી.ના કર્મચારીઓના ગ્રેડ પેનો પ્રશ્ન ઉકેલી નવેમ્બર માસના પગારમાં જ મોંઘવારીનો અમલ કરવાની હૈયાધારણ આપી હતી, પરંતુ નવેમ્બર માસ પૂરો થવા છતાં કોઇ અણસાર ન દેખાતાં કર્મચારીઓના ચહેરા પર ચિંતાના વાદળ ઘેરાવા લાગ્યા છે.સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ કાળીપટ્ટી, ધરણા, માસ સીએલ સહિતના આંદોલનાત્મક કાર્યક્રમો બાદ સરકાર દ્વારા એસ.ટી.ના કર્મચારીઓને  જુલાઇ 2019થી પાંચ ટકા મોંઘવારી ભથ્થું વધારી આપી નવેમ્બર-2021ના પગારમાં સમાવેશ કરવાની ખાતરી આપી હતી, પરંતુ મંગળવારે છેલ્લી તારીખ સુધી કોઇ જ પરિપત્ર થવાના અણસાર ન દેખાતાં કર્મચારીઓ ચિંતાતુર બન્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.બીજી તરફ 29 માસના એરિયર્સનું પણ કંઇ થયું ન હોવાનો ગણગણાટ કર્મચારીઓમાંથી ઊઠી રહ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.દરમ્યાન કર્મચારીઓની વિવિધ માંગ પૈકી મંજૂર થયેલા યુનિફોર્મનું કાપડ પણ હજુ મળ્યું ન હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે અન્ય જિલ્લામાં તેનું વિતરણ થઇ ગયું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. 

Crime

© 2022 Saurashtra Trust