રતનાલમાં `માધવધામ'' ખાતે ભાવિકો બન્યા કૃષ્ણમય

રતનાલમાં `માધવધામ'' ખાતે ભાવિકો બન્યા કૃષ્ણમય
અંજાર, તા. 30 ; માધવધામ રતનાલ ખાતે વૃજ પ્રભાવ ગ્રંથ પારાયણમાં આજે વકતા ત્રિકમદાસજી મહારાજ દ્વારા કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીનો પ્રસંગ અદ્ભુત રીતે વર્ણવી ઉપસ્થિત વિશાળ સંખ્યામાં ભાવિકોને  ભકિતભાવથી લીન કરી દીધા હતા. કથામાં ત્રિકમદાસજીએ  વૃજ પ્રભાવ ગ્રંથ પારાયણનું મહાત્મય સમજાવી સુંદર સાહેબ મહારાજને લલિતા સમીનો અવતાર ગણાવ્યા હતા. કૃષ્ણ ભગવાન દ્વારા  વૃજમાં 11 વર્ષ દિવસ સુધી વૃજમાં કરેલી લીલાનું તેમજ સવારના સત્રમાં મહારાણી રાધેજીના પ્રાગટયની કથાનું સુંદર રીતે વર્ણન કર્યું હતું. બપોરે વિશાળ જનમેદનીની ઉપસ્થિતિમાં ભવ્ય રીતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઇ?હતી. જાણીતા લોકસાહિત્યકાર માયાભાઇ આહીર, બાબુભાઇ?આહીર દ્વારા કૃષ્ણ ભક્તિ ગીતો, રાસ દ્વારા અને નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ થી વાતાવરણ કૃષ્ણમય બન્યું હતું. પૂર્વ રાજ્યમંત્રી, ધારાસભ્ય વાસણભાઇ?આહીર પરિવાર દ્વારા પૂજન આરતી કરી હતી. તેમજ રતનાલ ગૌશાળાને 11, 11,111 અંજાર નંદીશાળાને 1,51,000 કચ્છ આહીર મંડળને 51,000, ગૌવર્ધન કન્યા છાત્રાલયને 51,000 ભુજોડી આહીર કન્યા છાત્રાલયને 51,000 તેમજ મચ્છોયા આહીર કન્યા વિદ્યા મંદિરને  51,000 વૃજ ગૌશાળા મોટી નાગલપરને 51,000ની રકમનું દાન જાહેર કરાયું હતું. ત્રિકમદાસજી મહારાજે રતનાલ ગામ દ્વારા કરાતી સેવાને તેમજ સમગ્ર ગામ દ્વારા ધર્મના કે સેવાના કોઇપણ કાર્યમાં હંમેશાં કરાતી તન-મન-ધનના સેવાને બિરદાવેલા હતા.કથાના વિરામ બાદ બાબુભાઇ આહીર (લખાગઢ)એ વૃજવાણી સ્ટાઇલમાં યુવક-યુવતીઓને  રાસ ગરબાની રમઝટ ગોકુલ-મથુરા જેવો માહોલ રચ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા, તારાચંદભાઇ છેડા, બાબુભાઇ શાહ, પારૂલબેન કારા, હિરાભાઇ રબારી, દિલીપભાઇ ત્રિવેદી, ગંગાબેન સેંઘાણી, મંજુલાબેન ભંડોરા, ડાયાભાઇ?આહીર, રવેચી જાગીરના ગંગાગિરિ બાપુ, યોગી સ્વામી, રામદાસ બાપુ, કૈલાશગિરિ બાપુ વિ. રાજકીય-ધાર્મિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કથામાં ભોજાણી પરિવારના ત્રિકમભાઇ છાંગા, ભગવાનજીભાઇ છાંગા, કાના અરજણ રૂપા, મકનજીભાઇ, નંદલાલભાઇ, બળદેવ પાંચા, અરજણભાઇ, ભરતભાઇ વિ. સહયોગી રહ્યા હતા. સંચાલન રણછોડભાઇ?વાસણભાઇ આહીરે કર્યું હતું. કચ્છ આહીર સમાજના પ્રમુખ ત્રિકમભાઇ વાસણભાઇ?આહીરે અગ્રણીઓને આવકારી સન્માન્યા હતા. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer