અંજારના તા.ના ચાર ગામોમાં કિટ વિતરણ

અંજાર, તા. 30 : જિલ્લા પંચાયતની ખેડોઇ સીટમાં મીંદિયાળા ગામે તથા રતનાલ સીટમાં મોટી નાગલપર ગામે, ભીમાસર સીટમાં લાખાપર ગામે, મેઘપર સીટમાં વરસામેડી ગામે - ચાર ગામોએ આત્મનિર્ભર ગ્રામયાત્રાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મોટી નાગલપર ગામે ધારાસભ્ય વાસણભાઇ આહીરના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો. રાજીબેન હુંબલ, પ્રમુખ તાલુકા પંચાયત, આગેવાનો ત્રિકમભાઇ છાંગા, મ્યાજરભાઇ છાંગા, શંભુભાઇ મ્યાત્રા, કાનજીભાઇ આહીર, ભૂમિતભાઇ વાઢેર, કલ્પેશભાઇ આહીર, ભીખાભાઇ રબારી, રાણીબેન થારુ, અંબાભાઇ રબારી, રમાબેન ચૌહાણ તથા તાલુકા વિકાસ અધિકારી તથા મામલતદાર અંજાર તેમજ જુદા જુદા ખાતાઓના અધિકારી, કર્મચારીઓ તથા ગામના જુદા જુદા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અન્ય ગામોએ મશરૂભાઇ રબારી, પરમાભાઇ પટેલ, મેસીબેન ડી. ચૈયા, જિગરભાઇ ગઢવી, શોભનાબા જાડેજા, ભૂરભાઇ છાંગા, યુવરાજસિંહ જાડેજા, માદેવાભાઇ માતા, મનજીભાઇ આહીર, બચુભાઇ રબારી વગેરે હાજર રહ્યા હતા.કાર્યક્રમો દરમિયાન અંજાર તાલુકામાં સરકારની જુદી જુદી વિકાસ યોજનાના રૂપિયા 292 લાખના વિકાસકામોના લોકાર્પણ, ખાતમુહૂર્ત કરવામાં આવ્યા તેમજ શ્રમજીવીઓને ઇ- શ્રમ કાર્ડ, કુંવરબાઇના મામેરા યોજનાના ચેક, સખી મંડળને લોન ચેક, આઇ.સી.ડી.એસ. યોજના હેઠળ સગર્ભા બહેનોને તથા કુપોષિત બાળકોને કિટ વિતરણ કરવામાં આવી હતી.