ગુસ્સો આવે ત્યારે જે - તે સ્થળથી દૂર થવું જોઈએ

ગુસ્સો આવે ત્યારે  જે - તે સ્થળથી દૂર થવું જોઈએ
ગાંધીધામ, તા. 30 : અહીંની ગુજરાત એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત રાજાભાઈ પટેલ કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમિક્સ ખાતે મૂલ્યોનાં મૂલ્ય અને ક્રોધ નિયંત્રણ વિષય ઉપર  ગોષ્ઠિ કાર્યક્રમ યોજાયો હતો. પ્રારંભમાં આચાર્ય ડો. ભાવેશ ભટ્ટે સ્વાગત પ્રવચનમાં વક્તાનો  પરિચય આપ્યો હતો.દક્ષિણામૂર્તિ ટ્રસ્ટ અધ્યયન કેન્દ્રના સ્વામી પ્રદિપ્તાનંદ  સરસ્વતીજીએ   નૈતિક મૂલ્યો અંગે ચર્ચા કરી  ગુસ્સાનું સંચાલન કેવી રીતે કરવું  તે મુદ્દે વાત કરી હતી. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે મગજનું નિયંત્રણ કરવાને બદલે તેનું સંચાલન કરવું જોઈએ. ગુસ્સો એ એક પ્રકારની શક્તિ છે. તે આવે ત્યારે  જે-તે સ્થળેથી દૂર થઈ જવું અને તે ઊર્જાનો યોગ્ય દિશામાં ઉપયોગ કરવાથી ફાયદો મળી શકે છે. ટ્રસ્ટના મંત્રી અરુણભાઈ શાહે   સ્વામી  પ્રદિપ્તાનંદજીને સ્મૃતિચિહ્ન આપી આવકાર્યા હતા. અંતમાં,સ્વામીજીએ ધર્મને સંલગ્ન જુદા-જુદા પ્રશ્નો પૂછી તેના સંતોષકારક પ્રત્યુત્તરો આપ્યા હતા.આયોજનમાં  સંસ્થાના ડો.સુધાંશુ ભટ્ટે આભારવિધિ કરી હતી. ગોષ્ઠિ કાર્યક્રમમાં 4 શિક્ષક સાથે 105 વિદ્યાર્થીએ ભાગ લીધો હતો.  

Crime

© 2022 Saurashtra Trust