રાધનપુરમાં વાગડ બ્રહ્મસમાજનાં સમૂહલગ્નમાં 15 યુગલ જોડાયાં

ભચાઉ, તા.30 : સદ્ગુરુ આશ્રમ ખોખરા હનુમાનધામ તથા સદ્ગુરુ પરિવાર રાધનપુર દ્વારા 14મો સમુહલગ્ન વાગડ બ્રહ્મસમાજ માટે યોજાયો હતો. કનકેશ્વરીની પારમાર્થિક પ્રેરણાના પરીણામે આશ્રમના સેવા કાર્ય સાથે જોડાયેલા તમામ અનુયાયીઓના સંકલ્પથી પીપરાળા ગામે ડગેચા દાદાની જગ્યા વાગડ બ્રહ્મ સમાજની 15 દીકરીનું સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. મહા મંડલેશ્વર કનેકશ્વરી દેવીની ઉપસ્થિતિમાં સાધુ સંતોએ નવદંપતીઓને આર્શીવાદ આપ્યા હતા. રાજકીય આગેવાનોએ હાજર રહી શુભેચ્છા આપી હતી.મહામંડલેશ્વરનું સન્માન વાગડ બ્રહ્મ સમાજ અગ્રણી જીતેન્દ્રભાઇ જોશી તથા બ્રહ્મ સમાજની મહિલાઓ લીલાવંતીબેન લેદરીયા, ભારતીબેન જોશી તથા ઉષાબેન રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું. સંતો તથા મહંતોનું વિશેષ સન્માન બ્રહ્મ સમાજવતી કરવામાં આવ્યું હતું. બ્રાહ્મણ સંતો તથા સાધુ વિષે સમજ આપી સમુહલગ્ન નવદંપતીઓને આર્શીવાદ અપાયા હતા. કોરોના વોરિયર્સનું સંતો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સ્વ. રમેશભાઇ દયારામભાઇ રાવલ કોરોનામાં અવસાન થતા માતાજી દ્વારા તેમના સેવાના કાર્યને ખુબ જ યાદ કરવામાં આવ્યા હતા. પૂ. મુકતાનંદજી મહારાજ, પરમેશ્વરાનંદજી મહારાજ, ભગવતીગિરીજી મહારાજ, જાનકીદાસજી મહારાજ, દેવનાથ બાપુ, શુભમગિરીજી મહારાજ, ત્રિકાલદાસજી મહારાજ, રાજારામ ભુવાજી, શાંતિદાસ બાપુ (વિરાણી), રામસુંદરદાસજી મહારાજ, સ્વામી આનંદ રાજેન્દ્ર, ભાનુપ્રસાદ બાપુ, વિઠ્ઠલદાસ વગેરે સંતો હાજર રહ્યા હતા. રાજકીય આગેવાન જગદીશ ઠાકોર, ચંદનસિંહ ઠાકોર તેમજ રધુબાઇ દેસાઇ ડગીચા દાદાની જગ્યાના ટ્રસ્ટી ધનજીભાઇ ડાંગર હાજર રહ્યા હતા. આયોજક સદગુરુ પરિવાર રાધનપુરના ફરસુભાઇ ગોકલાણી, રાધનપુરનું વાગડ બ્રહ્મ સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. રમેશભાઇ ગોકલાણી, હર્ષદકુમાર ગોકલાણી, જાદવજીભાઇ લોદરિયા તથા નર્મદાશંકર જોશી, કાંતીલાલ વ્યાસ, બળદેવભાઇ જોશી, નરોતમભાઇ રાજગોર, કાન્તીલાલ જારોસીયા, બળદેવરામભાઇ પંડયા, બટુક મહારાજ, વિસન મારાજ, વગેરેએ સહયોગ આપ્યો હતો.