ભોજાયમાં સ્ત્રીરોગ શિબિરમાં 102 દર્દીની તપાસ

ભોજાય, તા. 30 : ભોજાય હોસ્પિટલમાં 31મો નવનીત મેગા મેડિકલ કેમ્પ કચ્છના વિકાસના સ્વપ્નદૃષ્ટા કાંતિસેન શ્રોફને અર્પણ કરાયો છે, જેની શરૂઆત ત્રીરોગ શિબિરથી થઇ હતી, જેમાં 102 દર્દીને તપાસવામાં આવ્યા હતા, જે પૈકી 35નાં ઓપરેશન કરવામાં આવ્યાં હતાં.દર્દીઓની તપાસ અને ઓપરેશનો ત્રીરોગ નિષ્ણાતો ડો. દર્શક મહેતા, ડો. કાલિંદી ગાંધી, ડો. ભાવિક ખત્રી, ડો. અભિષેક નાયક, ડો. મિત્તલ જાની, ડો. દીપિકા અગરિયા, ડો. જાનકી સિગાણિયા, ડો. સાધના ફુફલ, ડો. નૈતિક મજેઠિયા, ડો. કુંતલ પ્રજાપતિ (સુરત)એ કર્યાં હતાં. એનેસ્થેટિસ્ટ તરીકેની સેવાઓ કલીકટના ડો. વેણુ ગોપાલ, ડો. રાજાનરસાપુર, ડો. પ્રિયા કરન, ડો. પ્રદીપ ચૌહાણે આપી હતી. લેબોરેટરી તથા એક્સ-રે પરીક્ષણો લેબ ટેક્નિશિયન જ્યોતિ ગડા, ઉર્મિલા મહેશ્વરી, ગુનીરામ ચૌધરી, વાસુદેવ ચૌધરીએ કર્યા હતા.સમગ્ર કેમ્પનું સંચાલન તથા અન્ય વ્યવસ્થા ભોજાય હોસ્પિટલ,પાનબાઇમા હોસ્પિટલ, રતનવીર આંખની હોસ્પિટલ, કેનિયા ડાયાલિસીસ સેન્ટરના સ્ટાફે સંભાળી હતી.જીવનજ્યોત બ્લડ બેંક (ભુજ) દ્વારા 21 જેટલી લોહીની બોટલની વ્યવસ્થા કરાઇ હતી. આગામી ત્રીરોગ શિબિર તા. 24/12 શુક્રવારે યોજવામાં આવશે. 

Crime

© 2022 Saurashtra Trust