વિગ્રહ ફેલાવતા નેતાઓ ઉપર પોલીસ ફરિયાદ કરો
ભચાઉ, તા. 30 : તાજેતરમાં તાલુકાના નેર ગામની ઘટના સંદર્ભે ભચાઉ તેમજ અંજાર બાજુના બંને મુખ્ય પક્ષના નેતાઓએ મતની રાજનીતિમાં વિગ્રહ ફેલાવી લોકો વચ્ચે મોટી તિરાડ ઊભી કરી છે. સ્થાનિક પોલીસની તટસ્થ ભૂમિકા રહી હોવા છતાં વિવિધ આક્ષેપો સાથે પોલીસ તંત્ર ઉપર પણ બિનજરૂરી દબાણો ઊભા કરી ફરજમાં રૂકાવટો કરી રહ્યાના આક્ષેપ સાથે આવા વિગ્રહ ફેલાવતા નેતાઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની માંગ ભીમા કોરેગાંવ સેનાએ કલેક્ટર સમક્ષ કરી છે.