માંડવી તા.નાં 17 ગામમાં ગ્રામયાત્રાનો પ્રચાર

માંડવી તા.નાં 17 ગામમાં ગ્રામયાત્રાનો પ્રચાર
ભુજ, 26 : માંડવીના ધારાસભ્ય વીરેન્દ્રાસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને માંડવી તાલુકાઓની આત્મનિર્ભર ગ્રામયાત્રા રથને લીલીઝંડી આપી 17 ગામોમાં પ્રચાર પ્રસાર માટે પ્રસ્થાન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ધારાસભ્યના હસ્તે રેનવોટર હાર્વેસ્ટીંગ સ્ટ્રકચર અને ચાફકટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ આઇ.સી.ડી.એસ.ની 10 કીટનું લાભાર્થીઓમાં વિતરણ કરવામાં આવ્યું હતું કોવીડ-19ની ગાઇડલાઇન મુજબ કાર્યક્રમમાં રૂા. 3.16663ની રકમના ચેક અને સહાય વિતરણ કરવામાં આવ્યા હતા. માંડવીના 17 ગામોમાં ગ્રામયાત્રા રથે પ્રચાર પ્રસાર કર્યો હતો.  આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત માંડવીના બિદડા ખાતે યોજાયેલી આત્મનિર્ભર ગ્રામયાત્રામાં ગ્રામવિકાસ વિભાગ સાથે 11 જુદા જુદા વિભાગોને સાંકળીને વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ/ભૂમિપૂજન તેમજ આ વિભાગોના વિવિધ લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોના વિતરણ કાર્યક્રમના આયોજન આત્મનિર્ભર ગ્રામયાત્રા યોજવામાં આવી હતી. જેમાં માંડવી તાલુકાની ગઢશીશા જિલ્લા પંચાયત સીટ ઉપર કાર્યક્રમના અધ્યક્ષ ધારાસભ્યએ દીપપ્રાગટય કરી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. તાલુકા પંચાયત પ્રમુખ નીલેશભાઈ મહેશ્વરી, ઉપપ્રમુખ રાજેન્દ્રાસિંહ જાડેજા, જિલ્લા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન કેશવજી રોસિયા, લીલાબેન રાઠવા, ઝવેરબેન ચાવડા, પ્રેમબાઇબેન વેકરિયા, બડુંભા જાડેજા, સરપંચ ભાઈલાલ છાભૈયા, એ.પી.એમ.સી ડિરેક્ટર નારણભાઇ ચૌહાણ, અગ્રણી સુરેશભાઇ સંઘાર, મહેન્દ્રભાઇ રામાણી, ચંદુભાઇ વાડિયા, રાજુભાઈ ગોસ્વામી, ટી.ડી.ઓ. વી.બી.ગોહિલ, મામલતદાર શ્રી ચૌધરી, જિલ્લા પંચાયત તાલુકા પંચાયત તથા સરપંચો, ઉપસરપંચો, ગ્રામ પંચાયતના હોદેદારો તથા સભ્યો સહિત લાભાર્થીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.  

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer