અંજારના વિજયનગર વિસ્તારમાં આઠથી દશ દબાણ દૂર કરાયાં

અંજારના વિજયનગર વિસ્તારમાં આઠથી દશ દબાણ દૂર કરાયાં
અંજાર, તા.  26 : આજે શહેર ખાતે કિંમતી જમીનો પર થતાં દબાણોના આવેલ સમાચાર બાદ આખરે તંત્ર જાગૃતતા દર્શાવી અંજાર-મુંદરા રોડ પર જૂની કોર્ટની સામે વિસ્તારમાં ડેલીનાં રહેણાક માટેના કાચા મકાન-ભુંગા દૂર કરી અન્ય ભુંગામાં વસવાટ કરતા લોકોને બે દિવસની મહેતલ અપાઈ હતી. સવારથી જ સુધરાઈ તંત્ર, પોલીસ બંદોબસ્ત, વીજ ટુકડી સાથે સામુહિક રીતે ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી કરી જેસીબી-ટ્રેક્ટરની મદદથી દબાણો દૂર કરી તેમના વીજ તેમજ પાણી જોડાણ કાપવાની કામગીરી કરી હતી. આ કામગીરી સુધરાઈના ચીફ ઓફિસર, પોલીસ સ્ટાફ, વિદ્યુત સ્ટાફ સાથે રહીને પાર પાડી હતી. સુધરાઈના તેજપાલભાઈ લોચાણી, બિન્દુલ અંતાણી, ભરતભાઈ ઠક્કર સહયોગી રહ્યા હતા.  

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer