ગાંધીધામમાં એકપાત્રીય અભિનય સ્પર્ધા યોજાઇ

ગાંધીધામમાં એકપાત્રીય અભિનય સ્પર્ધા યોજાઇ
ગાંધીધામ, તા. 26 : અહીંની ઇન્નરવ્હીલ ડિસ્ટ્રીક્ટ 305 ક્લબ દ્વારા બાળપ્રતિભાઓને પ્રોત્સાહિત કરવા  વિવિધ પાત્રોની એકપાત્રીય અભિનય સ્પર્ધા રોટરી ભવન ખાતે યેજાઇ હતી. જેમાં બે વિભાગમાં 20 બાળ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. પ્રારંભમાં પ્રમુખ નીતુ ચૌધરીએ સ્પર્ધાનો હેતુ સમજાવી ઉપસ્થિતોને આવકાર્યા હતા. પ્રોજેક્ટની જવાબદારી ધારા હરાણી અને દીપાલી બિશ્નોઇએ સંભાળી હતી. સ્પર્ધામાં બંને વિભાગમાં મળીને રુતવા હરાણી, હર્ષિલ ઠક્કર, કૃષિવ  અનમ, નૈતિક ભૂપતાણી અને હૃદયા ઠક્કર વિજેતા થયા હતા. રોશેલ લખવાણી અને યેશા ઠક્કરને વિશેષ ઇનામ અપાયાં હતાં. વિજેતાઓને ટ્રોફી, અન્યોને આશ્વાસન ઇનામ અને તમામને પ્રમાણપત્રો અપાયા હતા. નિર્ણાયકો તરીકે નાટય કલાકાર પ્રદીપ જોશી અને પ્રો. અર્ચના જૈને સેવા આપી હતી. જેમને પણ સન્માનિત કરાયા હતા. સમગ્ર આયોજન ટીમ ઉડાને સંભાળ્યું હતું. બાળકોએ પણ રસપૂર્વક ભાગ લઇ મોહક કૃતિઓ પ્રસ્તુત કરી હતી. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer