ઉત્તરપ્રદેશના પરિવારથી વિખૂટો પડેલો માનસિક દિવ્યાંગ ૧૫ વર્ષે ઘરે પહોંચ્યો

ઉત્તરપ્રદેશના પરિવારથી વિખૂટો પડેલો માનસિક દિવ્યાંગ ૧૫ વર્ષે ઘરે પહોંચ્યો
ભુજ, તા. 26 : ઉત્તરપ્રદેશનાં પ્રતાપગઢ જિલ્લાના સાંગીપુર તાલુકાના મુરેની ગામનો 45 વર્ષીય કેદારમુરેની વર્માએ પત્નીનું અવસાન થતાં આઘાતથી તેણે માનસિક સમતુલા ગુમાવી હતી અને રખડતો-ભટકતો જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના સિનિયર પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ મુનવરને માત્ર 1 મહિના પહેલાં નલિયાથી મળ્યો હતો. ત્યારે તેની ઉંમર 60 વર્ષ?થઈ ચૂકી હતી. નલિયાથી તેને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત રામદેવ સેવાશ્રમ પાલારા લઈ અવાયો હતો. ભુજ માનસિક આરોગ્યની હોસ્પિટલના ડો. જે. વી. પાટનકરની સારવારથી તે સ્વસ્થ બન્યો હતો. સંસ્થાના સામાજિક કાર્યકર બાબુલાલ જેપારે ઉત્તરપ્રદેશ પોલીસનો સંપર્ક કરી  ઘર-પરિવાર શોધી કાઢયા. કચ્છ યુનિ.માં પાન ઈન્ડિયા લીગલ અવરનેશ કાર્યક્રમમાં જસ્ટિસની ઉપસ્થિતિમાં વર્માને તેનાં પુત્રો રામમનોહર અને રામપ્રકાશને સુપરત કરાયો હતો. આ કાર્યમાં રફીક બાવા, આનંદ રાયસોની, દિપેશ શાહ, પંકજ કુરુવા, દિલીપ લોડાયા, વાલજી કોલીએ સહકાર આપ્યો હતો. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer