કોટડા (ચ) પંથકમાં બીમારી વધી છતાં દવા છંટકાવમાં આળસ

કોટડા (ચ), તા. 26 : આ પંથકના લફરા, બંદરા, ફાચરિયા, થરાવડા, વરલી, ચકાર, જાંબુડી, સણોસરા, જદુરા, વડવાવાંઢ, હાજાપર, હરુડી, રેહા સહિતના ત્રીસેક ગામોમાં ડેંગ્યુ અને ચિકનગુનિયા તાવ, શરદી, ઉધરસ, પેટના દર્દો સહિતના સેંકડો દર્દીઓ પંથકના સેન્ટર સમાન કોટડા (ચકાર)ના ખાનગી દવાખાનાઓમાં સારવાર લેવા આવે છે.બિમારીઓ અંગે આવેલા અખબારી અહેવાલથી ચોંકી ઉઠેલા જિલ્લા આરોગ્યતંત્ર તેમજ કુકમા પ્રા. આ. કેન્દ્રની ટીમ માત્ર કોટડા ઉગમણા એક જ ગામે આવી એક જ શેરીમાં ફોગીંગ મશીનથી દવા છંટકાવ કરીને સંતોષ માન્યો હોવાનું જાગૃત નાગરીકોએ જણાવ્યું હતું. ત્રીજા ચોથા વર્ગના આરોગ્ય કર્મચારીઓનો રોફ ક્લાસ વન અધિકારી જેવો જોવા મળ્યો હતો. ખરેખર તો આ પંથકના ત્રીસેક ગામોમાં ડેંગ્યુ તેમજ ચિકનગુનિયાનો સર્વે થાય અને દર્દીઓને દવા સારવાર મળે તે માટે આ પંથકના અગ્રણીઓ જીલ્લા આરોગ્યખાતા તેમજ કુકમા પ્રા. આ. કેન્દ્ર જવાબદાર કર્મચારીઓથી તપાસ કરાવે તેવી માંગણી ઊઠી છે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer