રણવીર-દીપિકાની આઈપીએલમાં એન્ટ્રી

મુંબઈ, તા. 22 : આઈપીએલની આગામી સીઝનમાં આઠને બદલે દસ ટીમ ભાગ લેવાની છે. બીસીસીઆઈએ એ માટે ટેન્ડર પણ જારી કરી દીધા છે ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર નવી બે ટીમ માટે રણવીર સિંહ અને દીપિકા પદુકોણ સહિત અનેક હસ્તીઓ અને ઉદ્યોગપતિઓ રેસમાં છે. એવા પણ હેવાલ છે કે બે નવી ટીમ અમદાવાદ અને લખનઉની હશે. એવા અહેવાલ છે કે દીપિકા અને રણવીરે નવી ફ્રેન્ચાઈઝી ખરીદવા માટે રસ બતાવ્યો છે. એ ઉપરાંત ઈંગ્લેન્ડની પ્રતિષ્ઠિત ફૂટબોલ ક્લબ માન્ચેસ્ટરયુનાઈટેડ પણ ટીમ ખરીદવા ઈચ્છુક છે.સૂત્રોનાજણાવ્યા અનુસાર રણવીર-દીપિકાએબીસીસીઆઈની ઓફિસમાંથી આવેદન માટેનું ફોર્મ મગાવ્યું છે અને હરાજી માટે ફોર્મ જમા પણ કરાવ્યું હોવાનું સમજાય છે. એવું કહેવાય છે કે નવી ટીમ માટે અદાણી જૂથ, આર.પી.-સંજીવ ગોયન્કા ગ્રુપ અને ટોરેન્ટ ફાર્મા, કોટક ગ્રુપ, ઓરોવિંદો ફાર્મ જેવી મોટી કંપનીઓ પણ ઈચ્છુક છે. નવી સીઝનમાં એક ટીમ અમદાવાદની હશે તેવી પૂરી શક્યતા છે. બીજી તરફ માન્ચેસ્ટર યુનાઈટેડને ભારતના એક દિગ્ગજ કોર્પોરેટનું સમર્થન છે. પણ સૂત્રોના જણાવ્યા અનુસાર બીસીસીઆઈ વિદેશી કંપનીને ફ્રેન્ચાઈઝીના અધિકાર આપવાના મૂડમાં નથી. આઈપીએલની નવી ટીમ માટે જિંદાલ સ્ટીલના નવીન જિંદાલ, ઉદ્યોગપતિ રોની ક્રૂવાલા પણ દોડમાં છે. ઉલ્લેખનીય છે કે બીસીસીઆઈની નવી ટીમ ખરીદવા માટે દસ લાખના નોનરિફન્ડેબલ ફોર્મ ખરીદવાના હતા. 2પમી ઓક્ટોબરે નવી બે ટીમના માલિકોના નામનું એલાન થશે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer