`કટાભ'' અને `ધડકી'' કચ્છી કાવ્યસંગ્રહનું વિમોચન કરાયું

`કટાભ'' અને `ધડકી'' કચ્છી કાવ્યસંગ્રહનું વિમોચન કરાયું
ભુજ, તા. 22 : જાણીતા કચ્છી સર્જક હરેશ દરજી `કસભી'ના બે કાવ્યસંગ્રહો `કટાભ' અને `ધડકી'નું લોકાર્પણ કચ્છી સાહિત્યકારોના હસ્તે કેનિયા-એન્કરવાલા હોલ ખાતે યોજવામાં આવ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ `શબાબ' દ્વારા સરસ્વતી સ્તુતિ દ્વારા થયા બાદ જાનકી ચૌહાણે શાબ્દિક સ્વાગત કર્યું હતું. કાંતિલાલ સાવલા `કાંત', જયંતી જોષી `શબાબ', ગૌતમ જોષી, ડો. કાંતિ ગોર `કારણ', લાલજી મેવાડા `સ્વપ્ન', પબુ ગઢવી `પુષ્પ', ડો. કાશ્મીરા મહેતા `કાશ્મીરા', જયંતી ગોર `જખ્મી', કૃષ્ણકાંત ભાટિયા `કાન્ત' જેવા સૌ કચ્છી સાક્ષરોના હસ્તે વિમોચનવિધિ કરવામાં આવી હતી.પ્રાસંગિક ઉદ્બોધન કરતાં શ્રી `શબાબ' તથા શ્રી `કારણ'એ `કસભી'ના સર્જનની વિશેષતાઓને મૂલવી હતી.મંચસ્થ મહેમાનોનું ડિમ્પલ દરજી, રુદ્ર દરજી, રમેશ ડાભી, મુકેશ સોલંકી, જયેશ મોઢ વિ. દ્વારા શાલ અને પુસ્તક દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. પોતાના પ્રતિભાવમાં `કસભી'એ સર્જનમાં પ્રેરક-પ્રોત્સાહન આપનાર સૌ ભાષાપ્રેમીઓને સાથે-સાથે આ બંને પુસ્તકોના પ્રકાશનમાં સહભાગી જગદીશભાઈ ગોરી (બેરાચિયા-ગોવા) તથા વિલાસભાઈ કેનિયા, પ્રદીપભાઈ ગાલા, નિમેશ એન્ટરપ્રાઈઝ તથા ભોગીલાલભાઈ વીરાની ભાષા પ્રત્યેની લાગણીને બિરદાવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા અનિલ ડાભી, વિનોદ સોલંકીએ જહેમત ઉઠાવી હતી. કુસુમબેન સાવલા, પૂર્ણિમાબેન ગોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન કચ્છી સર્જક જયંતી ગોર `જખ્મી'એ, જ્યારે આભારવિધિ મયૂર દરજીએ કરી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer