અંજારમાં તુણાના યુવાને માનસિક તાણમાં ફિનાઇલ પીધું

ગાંધીધામ, તા. 22 : અંજાર તાલુકાનાં તુણામાં રહેનારા એક યુવાને ફિનાઇલ પી લેતાં તેને સારવાર અર્થે ખસેડાયો હતો.આ અંગે અંજાર પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ તુણા રહેનારો સુલ્તાન નામનો યુવાન પોતાના સસરાને ત્યાં અંજાર આવ્યો હતો અને ત્યાં તેણે  ફીનાઇલ પીલેતાં તેને સારવાર અર્થે ખસેડાયો હતો.આ અંગે પીએસઆઇ સી.બી. રાઠોડનો સંપર્ક કરાતાં આ યુવાનને તુણા અદાણી પોર્ટમાં  બ્લેક લિસ્ટમાં  મૂકી દેવાતાં આ યુવાન માનસિક તાણ અનુભવતો હોઈ તેણે આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે તેવું તેમણે ઉમેર્યું હતું, જેની આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ યુવાનને હાલમાં સારવાર હેઠળ રખાયો છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer