ચેક પરત થવાના કેસમાં એક વર્ષની કેદ સાથે બમણા વળતરનો આદેશ

ભુજ, તા. 22 : એક લાખ રૂપિયાના મૂલ્યનો ચેક બેન્કમાંથી પરત થવાના કેસમાં અત્રેની અદાલતે રાજેશ માવજી કેરાશિયાને એક વર્ષની સાદી કેદ અને ચેકની રકમની બમણી રકમ વળતર તરીકે ચૂકવવાનો આદેશ કર્યો હતો. ભુજના ઇશ્વરગર મોતીગર ગુંસાઇ દ્વારા આ બાબતનો કેસ કરાયો હતો. સુનાવણીના અંતે અદાલતે આરોપીને તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા કરી હતી. તો ચેકની રકમથી બમણી રકમ વળતર તરીકે નવ ટકાના વ્યાજ સાથે ચૂકવવા આદેશ કરાયો હતો. કેસમાં ફરિયાદીના વકીલ તરીકે દિદાર એમ. સવાણી રહ્યા હતા.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer