ગાંધીધામ તાલુકામાં 3.05 લાખને રસી અપાઇ

ગાંધીધામ તાલુકામાં 3.05 લાખને રસી અપાઇ
ગાંધીધામ, તા. 21 : કોરોના બાદ રસીકરણ મહાઅભિયાનને શરૂ?કરાયાને નવ મહિનાનો સમયગાળો થયો છે જેમાં દેશના 100 કરોડ?તથા ગાંધીધામ તાલુકામાં 3,05,000 લોકોનું રસીકરણ કરાતાં પૂર્વ કચ્છ પોલીસ દ્વારા આરોગ્યકર્મીઓનું પુષ્પવર્ષાથી સન્માન કરાયું હતું. દેશમાં 100 કરોડ લોકોનું રસીકરણ થઇ જતાં જુદી જુદી જગ્યાએ ઉત્સવ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. અહીંની રામબાગ હોસ્પિટલ ખાતે પણ આરોગ્યકર્મીઓના સન્માન માટે  કાર્યક્રમ યોજાયો હતો. પૂર્વ કચ્છ પોલીસના બેન્ડની સુરાવલી સાથે આ કાર્યક્રમ યોજાયો હતો.આરોગ્યના તમામ કર્મીઓએ ફુગાઓને આકાશમાં તરતા મૂક્યા હતા. તેની સાથે જ પૂર્વ કચ્છ પોલીસવડા મયૂર પાટિલ અને અન્ય પોલીસ અધિકારીઓ દ્વારા આરોગ્યકર્મીઓ ઉપર પુષ્પવર્ષા કરી તેમનું સન્માન  કરાયું હતું. તાલુકા આરોગ્ય અધિકારી ડો. દિનેશ સુતરિયાએ આ વેળાએ જણાવ્યું કે, આરોગ્ય વિભાગના કર્મીઓએ દિવસ-રાત જોયા વગર આ રસીકરણના અભિયાનને પાર પાડયું છે. પોલીસ દ્વારા સન્માન કરાતાં આરોગ્યકર્મીઓના જુસ્સામાં વધારો થશે. આવનારા દિવસોમાં વધુ જુસ્સા સાથે બાકી રહી ગયેલા લોકોનું પણ રસીકરણ કરવામાં આવશે તેવું તેમણે ઉમેર્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer