ભુજ-ભચાઉ-રાપરના વિવિધ વિસ્તારોને વન્યપ્રાણી અભયારણ્ય જાહેર કરાયા

ભુજ, તા. ર1 : ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના જાહેરનામા તા.28/2/1986થી વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972 ક્રમાંક: 53ની કલમ-18થી મળેલ સત્તાની રૂએ રાપર તાલુકા માટે મોવાણા સર્વે નં. 881/1, સર્વે નં. બેલા-993, જાટાવાડા સર્વે નં. 1563/1, લોદ્રાણી સર્વે નં. 903, બાલાસર સર્વે નં. 630, દેશલપર સર્વે નં. 613, સુરબાવાંઢ સર્વે નં. 77, (નવા રિ-સર્વે નં. 45, 46, 47, 49, 51, 154, 155, 156, 157, 158, 159, 160, 161, 162 અને જૂના સર્વે નં.77 પૈકી 14 અને 30), લાકડાવાંઢ સર્વે નં. 183, રવ મોટી સર્વે નં. 1365, સુવઇ સર્વે નં. 831/1, વણોઇ સર્વે નં.138 તેમજ ભચાઉ તાલુકાના ભરૂડિયા ગામ સર્વે નં. 880, કણખોઇ સર્વે નં. 349, ચોબારી સર્વે નં. 1574, કડોલ સર્વે નં. 451, નેર-અમરસર સર્વે નં. 487, મોરગર સર્વે નં. 561, બનિયારી સર્વે નં. 355, ભુજ તાલુકાના (બન્ની) રેયાડો, લખારા, વેલારા, ખારોડ, ગોધરિયાડો, ઘડિયાડો, બરડો, લોઠિયા, ઉડઇ, લાખાબો, ધાધર મોટી માપણી વગરના અને સંધારા સર્વે નં. 134, જુણા સર્વે નં. 238, કુરન સર્વે નં. 273, ભચાઉ તાલુકાના ધોળાવીરા સર્વે નં. 276, ખારોડા સર્વે નં. 101, કલ્યાણપર સર્વે નં. 174, જનાણ સર્વે નં. 236, બાપુઆરી સર્વે નં. 40, બાંભણકા સર્વે નં. 186, રતનપર સર્વે નં. 169, ગણેશપર સર્વે નં. 237/1, ગઢડા સર્વે નં. 56, અમરાપર સર્વે નં. 223, ખડોર, છપરિયા, રખાલ 2791.58, ત્રગડી 323.75, મોટા રણ પૈકી 42 જગ્યાની 7,50,622-12 હેકટર જમીનને વન્યપ્રાણી અભયારણ્ય તરીકે જાહેર કરેલ છે.અભયારણ્યની હદમાં આવતા વિસ્તારની જમીનમાં કોઇ વ્યકિતના હક્ક-હિત કે દાવા હોય તો તેનો પ્રકાર જણાવી તેમની વિગતો સાથેનો અધિકૃત પુરાવા સાથેનો દાવો જાહેરનામું પ્રસિદ્ધ થયેથી 2  માસમાં અત્રેની કચેરીએ અધિક કલેકટર, સર્વે સેટલમેન્ટ, ઘુડખર, અભયારણ્ય, પ.વ.અ. મકાન નં.7, બન્ની ફોરેસ્ટ કોલોની, અરિહંતનગર રોડ, કચેરી સમય દરમ્યાન અને રજાના દિવસો સિવાય લેખિતમાં રજૂ કરવાનો રહેશે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer