કચ્છમાં એપ્રિલ માસથી જળબચાવ ચળવળનાં મંડાણ

કચ્છમાં એપ્રિલ માસથી જળબચાવ ચળવળનાં મંડાણ
ગઢશીશા, તા.21 : સીમાવર્તી કચ્છ જિલ્લો છેલ્લા બે દાયકાથી ખેતી, ઔદ્યોગિક તથા પશુપાલન ક્ષેત્રે ભારે ક્રાંતિ સર્જી રહ્યો છે. ત્યારે મેઘરાજાની મહેર અધકચરી વરસતી હોવાના લીધે કચ્છ માટે પાણીનો પ્રશ્ન દિવસે ને દિવસે વિકટ બની રહ્યો છે ત્યારે જળસંગ્રહના ક્ષેત્રે લોકજાગૃતિ આણવાના ઉદ્શે સાથે કચ્છમાં જળબચાવ ચળવળના એપ્રિલ માસમાં મંડાણ કરાશે. કૃષિ ઈનોવેશન ડેવલપમેન્ટ એસોશિયેશન (ક્રિડા) દ્વારા જળ બચાવવા સાથે ખેતીમાં પણ ખેડૂતો વધારે ઉપજ મેળવી સારી કમાણી કરે તેવા આશય સાથે આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવશે. તેના માટે તમામ ખેડુતો તથા જાગૃત નાગરિકો સહભાગી બને તેવી અપીલ માંડવી તાલુકાના ગઢશીશા નજીકના નાની-વિરાણી ગામ ખાતે આવેલ `રાણારાય' ફાર્મ ખાતે મહારાષ્ટ્રમાં જળક્રાંતિ લાવનાર અગ્રણી મયંકભાઈ ગાંધીએ કરી હતી. આ પૂર્વે તેમણે આવી લોકહીતની કામગીરી માટે મહારાષ્ટ્ર જિલ્લાના દુષ્કાળમાં પીડિત ખેડૂતોની વ્યથા વર્ણવી રાજકીય સંન્યાસ લીધો હોવાનું જણાવ્યું હતું. જળબચાવ અભિયાન માટેના પ્રયાસ માટે બહોળી સંખ્યામાં ખેડુતોની સંખ્યા જોઈ શ્રી ગાંધીએ રાજીપો વ્યક્ત કર્યો હતો.િક્રડા' સાથે જોડાયેલા દીલીપભાઈ ભાનુશાલીએ તળાવ-ચેકડેમો ખાણેત્રા માટે `કેવટ' નામનું મશીન ઉપયોગમાં લેવાશે જે 40 મીટર ઉંડાઈ સુધી જઈ તળાવ-ચેકડેમોમાં જમા થયેલ કાદવ-કિચડ કે કચરો સાફ કરી પ કિ.મી. દૂર ફંગોળશે તેમ જણાવી આના કારણે તળાવ-જળાશયોની ઉંડાઈ વધવા સાથે ખેતી માટે ઉપયોગી માટી પણ ખેતીમાં ઉપયોગ સાથે જળાશયોના તળિયામાં ઓકિસજનનું પ્રમાણ વધારશે. `કેવટ' મશીન મહારાષ્ટ્ર સરકાર દ્વારા પુરસ્કૃત હોવાનું પણ જણાવાયું હતું. આ પ્રસંગને ચન્દ્રેશભાઈ ભદ્રા, વિરેનભાઈ વોરા, ગોવિંદભાઈ ભાનુશાલી, દિપકભાઈ ભાનુશાલી, પ્રગતિશીલ ખેડુત વિશાલ મહેન્દ્રભાઈ ગડા (ખારૂઆ), મીરાબેન વિગેરે દ્વારા જળ સંચય અને ખેતીલક્ષી ચર્ચાઓ કરી હતી. ગઢશીશા વિસ્તારના ખેડુત અગ્રણીઓ નારાણભાઈ ચૌહાણ, કેશુભાઈ પારસીયા, જયેશભાઈ છાભૈયા, પરષોત્તમભાઈ વાસાણી, પ્રભુદાસભાઈ માકાણી, ભીમજીભાઈ વાસાણી, જયંતિભાઈ પોકાર, રોહિતભાઈ દેઢિયા, ચંદુલાલભાઈ વાડીયા, વિગેરે ખેડુતો દ્વારા ક્રિડાના આ જળબચાવ ચળવળને સમર્થન આપી તન, મન, ધનથી સહયોગ આપવાની ખાતરી ઉચ્ચારી હતી.કાર્યક્રમમાં ખેડૂત અગ્રણીઓ પરષોત્તમ સેંઘાણી, લાલજીભાઈ વેકરીયા (રામપર), કલ્યાણજીભાઈ પારસીયા, રમણીકભાઈ રંગાણી, લાલજીભાઈ મહેશ્વરી, વિશ્રામભાઈ પોકાર, નાનાલાલભાઈ છાભૈયા, કુંવરજીભાઈ પારસીયા, સુરેશભાઈ વાસાણી, વિશ્રામભાઈ પોકાર, રસીકભાઈ સેંઘાણી, વાલાભાઈ આહિર વિગેરે જાગૃત ખેડુતોએ ભાગ લીધો હતો.સંચાલન જયેશભાઈ છાભૈયા તથા આભારવિધિ પરષોત્તમભાઈ વાસાણીએ કરી હતી. આ ચળવળમાં 43 એસોશિયેશન જોડાશે તેવી માહિતી અપાઈ હતી.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer