કચ્છની બાર શાળામાં ધોરણ 11-12ના વર્ગો શરૂ કરવા મંજૂરી

ભુજ, તા. 21 : કચ્છની 12 સરકારી માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ધોરણ 11 અને 12ના વર્ગો શરૂ કરવા મંજૂરી આપવામાં આવી છે. નવા શૈક્ષણિક સત્રથી અહીં વિધિવત શિક્ષણકાર્યનો ધમધમાટ શરૂ?થશે. જૂન-2021થી અપાયેલી મંજૂરી અન્વયે જૂન-2022માં જો વર્ગો કાર્યરત નહીં કરાય તો મંજૂરીની અપાયેલી માન્યતા આપોઆપ રદ થઇ જશે.શિક્ષણ વિભાગના તા. 12/10 અને 2010ના પરિપત્ર અનુસાર સરકારી માધ્યમિક શાળા નવાગામ, મીંદિયાળા, ભીમાસર, મોટી ખાખર, કુરન, વીરા, મીઠીરોહર અને મોમાયમોરામાં ધો. 11 તો સરકારી માધ્યમિક શાળા ચપરેડી, રાયધણપર, જવાહરનગર અને ગણેશનગરમાં ધો. 12ના વર્ગો શરૂ?કરવા મંજૂરી અપાઇ છે. શાળામાં જો નવા મંજૂર વર્ગો માટે પૂરતા પ્રમાણમાં રૂમ ઉપલબ્ધ ન હોય તો શાળા પાળી પદ્ધતિથી ચલાવી શકશે. નવી મંજૂર જગ્યાઓ નાણાકીય વર્ષના અંત સુધી ચાલુ રાખવા મંજૂરી અપાઇ છે. જો જગ્યા ચાલુ રાખવાની થાય તો દરખાસ્ત મોકલવાની રહેશે તેવું પરિપત્રમાં જણાવાયું છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer