કચ્છમાં હોમગાર્ડની 519 જગ્યા ભરાશે

ભુજ, તા. 21 : કચ્છના 15 હોમગાર્ડઝ યુનિટમાં પુરુષ અને મહિલા હોમગાર્ડઝની 519 જગ્યા ભરાશે. 519 જગ્યામાં 463 પુરુષ અને 56 મહિલાનો સમાવેશ થાય છે.પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ અધિક્ષક જે. એમ. પંચાલ અને પૂર્વ કચ્છ હોમગાર્ડઝ કમાન્ડન્ટ વી. આર. પટેલના જણાવ્યાનુસાર ભુજમાં 65 પુરુષ અને 23 મહિલા, કેરામાં 20, નખત્રાણામાં 25, માંડવીમાં 20, મુંદરામાં 20, નલિયા અને કોઠારામાં 30, દયાપરમાં 10 અને પાનધ્રોમાં 12 પુરુષ?હોમગાર્ડઝની ભરતી કરાશે.હોમગાર્ડઝ દળની વેબસાઇટ?પરથી વિગતો મેળવી અરજીપત્રક ડાઉનલોડ કરી 22થી 30 ઓક્ટોબરના ગાળામાં જે તે સ્થાનિક હોમગાર્ડઝ યુનિટ ખાતે આ અરજી મોકલી આપવાની રહેશે.એ જ રીતે ગાંધીધામમાં 100 પુરુષ અને 33 મહિલા, આદિપુરમાં 31, અંજારમાં 25, રાપર અને ભચાઉમાં 25 પુરુષ હોમગાર્ડઝની ભરતી કરવામાં આવશે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer