લશ્કરના મે. જનરલ વાધવા ક્રીક સરહદની મુલાકાતે

નારાયણ સરોવર (તા. લખપત), તા. 21 : લશ્કરના અમદાવાદ સ્થિત ગોલ્ડન કતાર એકમના વડા મેજર જનરલ મોહિત વાધવાએ આજે કચ્છની ક્રીક સરહદની મુલાકાત લીધી હતી. તાજેતરમાં આ હોદ્દો સંભાળનાર મેજર જનરલ શ્રી વાધવા આજે બપોરે હેલિકોપ્ટર દ્વારા કોટેશ્વર આવ્યા હતા. ત્યાંથી સ્પીડબોટ?દ્વારા લક્કી નાળા અને અલગ-અલગ ક્રીકનું જાત નિરીક્ષણ કર્યું હતું. તે પછી તેમણે હેલિકોપ્ટર વાટે લખપત નજીકના બીબી કા કુઆ સહિતના વ્યૂહાત્મક મહત્ત્વના સ્થળોની જાત માહિતી મેળવી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer