અંજાર શહેર પર રહેશે ત્રીજી આંખની નજર : સીસીટીવી કેમેરાનું લોકાર્પણ

અંજાર શહેર પર રહેશે ત્રીજી આંખની નજર : સીસીટીવી કેમેરાનું લોકાર્પણ
અંજાર, તા. 21 : જિલ્લા મથક ભુજ અને ગાંધીધામ બાદ હવે ઐતિહાસિક શહેર અંજાર પર પણ ત્રીજી આંખની ચાંપતી નજર રહેશે. 67 લાખના ખર્ચે અલગ-અલગ વિસ્તારમાં લગાવાયેલા 75 સીસીટીવીનું અગ્રણીઓની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું હતું. સીસીટીવી કેમેરાની મદદથી કાયદો-વ્યવસ્થા જાળવવામાં મોટી મદદ મળશે તેવો આશાવાદ ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા વ્યક્ત કરાયો હતો.અંજાર નગરપાલિકા  લોકાર્પણ કાર્યક્રમ પોલીસ સ્ટેશન મધ્યે યોજાયો હતો. પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઇ જી. આહીરના હસ્તે નગરપાલિકાના અધ્યક્ષા લીલાવંતીબેન  પ્રજાપતિના અધ્યક્ષસ્થાને,  સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદભાઇ ચાવડાના મુખ્ય અતિથિ, કચ્છ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ભરતભાઇ   શાહ, મંત્રી વંસતભાઇ  કોડરાણી, શહેર ભાજપ પ્રમુખ ડેનીભાઇ   શાહ, મુંદરા તાલુકા ભાજપ સહપ્રભારી સંજયભાઇ   દાવડાના અતિથિવિશેષ પદે, ડેપ્યુટી કલેક્ટર ડો. વિમલભાઇ જોશી અને ચીફ ઓફિસર જિગરભાઇ પટેલની ઉપસ્થિતિમાં રિબિન કાપી લોકાર્પણ અને તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. શાત્રોક્તવિધિ દેવેન કનકચંદ્ર વ્યાસે કરાવી હતી. નગરપાલિકાના શાસક પક્ષના નેતા સુરેશભાઇ ટાંકે મહેમાનોને આવકાર આપી કાર્યક્રમની રૂપરેખા સમજાવી હતી. સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું કે, ઐતિહાસિક અંજાર શહેર અને શહેરીજનોની સુરક્ષા માટે સીસીટીવી કેમેરાની અત્યંત જરૂરત હતી, જે નગરપાલિકા દ્વારા પૂરી પાડવામાં આવી છે તે ધન્યવાદને પાત્ર છે.પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઇ  આહીરે પૂર્વ કચ્છના મુખ્ય મથક અંજાર શહેરમાં મોટા ભાગની મહત્ત્વની કચેરીઓ શરૂ થઇ ચૂકી હોતાં શહેર તેમજ આસપાસના ગામડાંના લોકોને તે રાહતરૂપ બની છે.સંચાલન નીલેશભાઇ  ગોસ્વામીએ અને આભારવિધિ નગરપાલિકાના ઉપપ્રમુખ બહાદુરસિંહ ડી. જાડેજાએ કર્યા હતા. ઓફિસ સુપરિન્ટેન્ડેન્ટ ખીમજીભાઇ પાલુભાઇ સિંધવના માર્ગદર્શન હેઠળ બિન્દુલભાઇ અંતાણી, સાવનભાઇ પંડયા, ગુંજનભાઇ પંડયા  વગેરેએ વ્યવસ્થા સંભાળી હતી.કારોબારી ચેરમેન વિજયભાઇ  પલણ, અનિલભાઇ  પંડયા, ડાયાલાલભાઇ મઢવી, સુરેશભાઇ  ઓઝા, પાર્થભાઇ   સોરઠિયા, મામદહુશેન ગુલામશા સૈયદ, રાજેન્દ્રસિંહ   જાડેજા,  ઇલાબેન ચાવડા, કલ્પનાબેન ગોર, કંચનબેન સોરઠિયા, ઓફિસર જિગરભાઇ પટેલ, દિગંતભાઇ ધોળકિયા, અશ્વિનભાઇ સોરઠિયા, પીઆઇ એમ. એન. રાણા, પીએસઆઇ શ્રી રાઠોડ, પૂર્વ પ્રમુખ પુષ્પાબેન   ટાંક, અશ્વિનભાઇ પંડયા, ગોપાલભાઇ માતા, માદેવાભાઇ માતા, મનનભાઇ પોમલ, જિગરદાન ગઢવી, ક્રિપાલસિંહ રાણા, પુનિતભાઇ ઠક્કર, પ્રદીપભાઇ ગોસ્વામી, દીક્ષિતભાઇ મિરાણી, ધનુબેન ગઢવી, જયશ્રીબેન ઠક્કર, નઝમાબેન ઉપસ્થિત રહ્યા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer