ગાંધીધામમાં આપત્તિજનક નારા, ઝંડા લગાવી બાઇક ચલાવનારા સામે પગલાંની માંગ

ગાંધીધામ, તા. 21 : આ શહેરની મુખ્ય બજારમાં ધૂમ સ્ટાઇલથી બાઇક ચલાવવા તથા આપત્તિજનક નારા-ઝંડા લગાવવાના પ્રકરણમાં કડક પગલાં લેવા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા માંગ કરવામાં આવી હતી.આ શહેરની મુખ્ય બજારમાં એક દિવસ અગાઉ 100 જેટલા શખ્સોએ પોતાની બાઇક ગાંધીમાર્કેટથી સરદાર વલ્લભભાઇની પ્રતિમા સુધીના વિસ્તારમાં ધૂમ સ્ટાઇલથી હંકારી હતી. આ શખ્સોએ આટલા વિસ્તારમાં તીવ્ર ગતિએ પોતાનાં વાહનો ચલાવી પાંચેક ચક્કર લગાવ્યા હતા અને બાદમાં આપત્તિજનક નારા-ઝંડા લગાવી ચક્કર લગાવ્યા હતા.આવા કૃત્યના કારણે સ્થાનિકોએ તેનું વીડિયો રેકોર્ડિંગ કરી પોલીસને જાણ કરી હતી. આવતા-જતા રાહદારીઓમાં ભય પેદા કરનારા આ શખ્સોએ કોઇ?પરવાનગી લીધી હતી કે કેમ? તેવા પ્રશ્નો કરાયા હતા. પોલીસને જાણ કરાયા બાદ પોલીસે અમુક શખ્સોને પકડી પાડયા હતા. આ પ્રકરણમાં વધુ કોણ-કોણ સામેલ હતા તેમને શોધીને તેમના વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવા વિશ્વ હિન્દુ પરિષદ ગાંધીધામ દ્વારા માંગ કરવામાં આવી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer