ગાંધીધામની મુસ્કુરાહટ સંસ્થાએ બાળકોને કોરોના અંગે જાગૃત કર્યાં

ગાંધીધામની મુસ્કુરાહટ સંસ્થાએ બાળકોને કોરોના અંગે જાગૃત કર્યાં
ભુજ, તા.ર1 : મુસ્કુરાહટ સંસ્થાના સંચાલક અંજલાસિંહ દ્વારા ગાંધીધામમાં છેલ્લા ઘણા સમયથી અભ્યાસની સાથે સમાજ સેવા થકી સૌને સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા અંજલાસિંહે ગાંધીધામમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ સેકટર 5ના વોર્ડ નંબર 12માં નવરાત્રિ મંડળ તેમજ પ્રધાનમંત્રીના સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા જાળવવાનો સંદેશ તેમજ કોરોના સે લડાઈ મુસ્કુરાહટ સે પઢાઈ અંતર્ગત શાળામાં નિરંતર માસ્કની ટેવ પડે તેવા હેતુ સાથે નવરાત્રિમાં સલામત ગરબા રમી પ્રોત્સાહિત કરાયા હતા. 200 બાળકોને સ્ટેશનરી, ચોકલેટ, માસ્ક અને સૅનેટાઇઝર જેવાં ઇનામો આપી  પ્રોત્સાહિત કરાયા હતા.આ અંગે અંજલાસિંહે જણાવ્યું હતું કે લોકોને કોરોના કાળમાં ધંધા રોજગાર તેમજ આરોગ્યમાં ખૂબજ મુશ્કેલી પડી છે તેવા સમયે દેશના પ્રધાનમંત્રીના માર્ગદર્શન મુજબ સમયસર કોરોના સામે લડાઈ જીતવા વેક્સિન લેવાનું જણાવતા લોકોમાં જાગૃતિ આવી છે. બાળકોમાં કોરોના ન ફેલાય તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા સમયસર બાળકોને આગામી સમયમાં વેક્સિન કરાવવાની વાતને બિરદાવાઈ હતી. સ્મિતાસિંહ, હિતેશ સિંહઘાલા, પ્રદીપ શિરવની, જીતુ વધવન, સફળ પટેલ, અજીત ઠાકર, જય રૂપારેલ, મયૂર જાથી, ધર્મેશ કારાલિયા હાજર રહ્યા હતા.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer