દીનદયાળ પોર્ટ ટ્રસ્ટમાં કામદારોના પ્રશ્નો અંગે વધુ એક યુનિયન મેદાને

ગાંધીધામ,તા.21: અહીંના  દીનદયાળ પોર્ટ ટ્રસ્ટમાં  કામદારોના  વિવિધ  પ્રશ્નો અંગે લડત આપવા માટે નવું સંગઠન દીનદયાળ પોર્ટ એમ્પ્લોઈઝ યુનિયન મેદાનમાં આવ્યું છે. તાજેતરમાં રચાયેલા આ કામદાર સંગઠનમાં પ્રમુખ નીતિન  શાહ, ઉપપ્રમુખ રાજેન્દ્ર સતીજા,વાસુદેવ ટીલવાણી, મહામંત્રી સીમા મોહન, સહમંત્રી જીયા સહનાણી,ખજાનચી  વીરભદ્રસિંહ જાડેજા, મંત્રી નરશી મહેશ્વરી, જયોતિ મેનન તથા કારોબારી સમિતિમાં વિનીતા  સાથિયન,મમતા ચક્રબોર્તી, પુષ્પા શેટ્ટીનો સમાવેશ થયો  હતો. સંગઠને ડીપીટીના ચેરમેનને  પત્ર પાઠવી કામદારોના  વિવિધ પ્રશ્નોના વિચાર-વિમર્શ તથા નિર્ણય  લેતી વેળાએ કામદાર સંગઠનના  પ્રતિનિધિઓને બોલાવવા અંગે અનુરોધ કર્યો હતો. નોંધપાત્ર  છે કે ડીપીટીમાં હાલમાં છ જેટલા કામદાર  સંગઠન કાર્યરત  છે. તેવામાં વધુ  એક  સંગઠન કાર્યરત  થતાં કામદારોના પ્રશ્નો હલ થવાની આશા વ્યકત થઈ હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer