કોરોના સંકટ થકી વાગડનો પ્રસિદ્ધ રામાપીરનો મેળો માત્ર દર્શન પૂરતો જ : મુંબઇથી સંઘ પહોંચ્યો

કોરોના સંકટ થકી વાગડનો પ્રસિદ્ધ રામાપીરનો મેળો માત્ર દર્શન પૂરતો જ : મુંબઇથી સંઘ પહોંચ્યો
ભચાઉ, તા. 17 : નજીકના વોંધ-રામદેવપીર મંદિરે ભરાતો મિની તરણેતરસમો મેળો કોરોનાકાળને લઇ સરકારી ગાઇડલાઇન મુજબ સતત બીજા વર્ષે યોજાયો નથી. માત્ર દર્શનાર્થીઓ રામદેવપીરને દર્શને આવી રહ્યા છે. ખાણી-પીણી-મનોરંજન માટેના કોઇ જ સાધનો આવ્યા નથી. રામદેવપીર મંદિરમાં પૂજારી મહેન્દ્રસિંહ નરસંગજી જાડેજા વીજપાસર ગામથી રામદેવપીર મંદિર સુધી ધાર્મિક રીત-રસમ મુજબ વાજતે-ગાજતે નેજો લઇ રામદેવપીર આવ્યા હતા. ભચાઉ નગરે મુંબઇથી સંઘ સ્વરૂપે આવેલા જૈન ઓશવાળના ભાવિકો ભચાઉથી નવ વાગ્યે પગપાળા સંઘ સ્વરૂપે નીકળી રામદેવપીર પહોંચશે. વિશાળ જગ્યા હોવાથી સામાજિક અંતર અને દર્શનાર્થીઓમાં ભીડ ન થાય તેમ દર્શન માટેના માર્ગોથી જગ્યા ખુલ્લી રખાઇ છે. `જલઝીલણી' એકાદશીના રામદેવપીરના મેળામાં આ વરસે સારું ચોમાસું ગયું હોવાથી રોનક આવત, પરંતુ મેળો માત્ર દર્શનાર્થીઓ માટેનો રખાયો છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer