ગુજરાતમાં કોરોના કેસ વધે છે

અમદાવાદ, તા. 17 (પ્રતિનિધિ દ્વારા) : ગુજરાતમાં છેલ્લા બે દિવસથી કોરોનાના કેસોમાં ક્રમશ વધારો થઈ રહ્યો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં 25 નવા કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 11 મામલા છે. વધુ 20 દર્દીઓ સાજા થાય છે. ગુજરાતમાં હાલ 154 એક્ટિવ કેસ છે. જેમાંથી  7 કોરોના દર્દી વેન્ટિલેટર પર છે. જૂનાગઢ, ગાંધીનગર, ભાવનગર અને રાજકોટ કોર્પોરેશન સહિત અન્ય 30 જિલ્લામાં કોરોનાના એક પણ કેસ નોંધાયો નથી. વિતેલા 24 કલાક દરમ્યાન ગુજરાતમાં કોરોનાના નવા 25 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 11, સુરતમાં 8, વડોદરામાં 3, જ્યારે ગીર સોમનાથ, કચ્છ અને જામનગરમાં 1-1 કેસ નોંધાયા છે. ગુજરાતમાં હાલ સૌથી વધુ એક્ટિવ કેસ સુરતમાં 36, વડોદરામાં 35, અમદાવાદમાં 33 અને રાજકોટમાં 9 છે સતત 13મા દિવસે ગુજરાતમાં કોરોનાથી એક પણ મૃત્યુ નોંધાયું નથી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer